મોરબી: રાજપૂત સમાજ દ્વારા દર વર્ષે જુલાઈના છેલ્લા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ યોજાય છે જોકે કોરોના મહામારીને પગલે ચાલુ વર્ષે જાહેર સમારોહ યોજાશે નહિ જોકે વિદ્યાર્થીઓના ઘરે જઈને શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવાનું નક્કી કરાયેલ છે
મોરબી રાજપૂત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલાએ જણાવ્યું છે કે તાજેતરમાં રાજપૂત સમજ ભવન ખાતે યોજાયેલ મીટીંગમાં જાહેર સમારોહ નહિ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું જોકે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જે વિદ્યાર્થીઓ સારા માર્ક મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓના ઘરે જ હોદેદારો દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરાશે જેથી દર વર્ષની જેમ ધોરણ ૫ થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓએ માર્કશીટ તા. ૧૦-૦૭ સુધીમાં પહોંચાડવાની રહેશે માર્કશીટ પહોંચાડવા માટે રાજભા સોઢા ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ મોરબી, મહાવીરસિંહ જાડેજા મોરબી નગરપાલિકા, અશ્વિનસિંહ ઝાલા શક્તિ કોર્પોરેશન, બોયઝ હાઈસ્કૂલ પાસે, જશવંતસિંહ ઝાલા સોમૈયા સોસાયટી, વાવડી રોડ મોરબી, મહાવીરસિંહ (ચાંદલી) જાડેજા તલાશ, કડિયા બોડીંગ, મોરબી-૨ , હરદેવસિંહ જાડેજા (ચાંદલી) ગુજરાત હાઉસિંગ બોર્ડ મોરબી-૨ અને દિલીપસિહ પરમાર (રાજ પાન) કેસર બાગ પાસે મોરબી-૨ ખાતે સંપર્ક કરવા સંસ્થા પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવેલ છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide