મોરબીના મયુર પુલ નીચેથી યુવાનનો મૃતદેહ મળ્યો: ઓળખ ખુલી

0
1407
/
/
/

 

ચાર દિવસ પહેલા પુલ પરથી છલાગ લગાવી હોવાનું પ્રાથમિક તારણ

મોરબી : મોરબીમાં ચાર દિવસથી ગુમ યુવાનની પુલ નીચે નદીમાંથી લાશ મળી આવી હતી.જોકે ચાર દિવસ પહેલા પુલ પરથી છલાગ લગાવી હોવાનું પ્રાથમિક તારણ છે.

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના મયુર પુલ નીચે વહેતી મચ્છુ નદીમાં અજાણ્યો પુરુષ ડૂબી ગયો હોવાની જાણ થતાં મોરબી ફાયર બ્રિગ્રેડ વિભાગ સ્ટાફ ઘટનાસ્થળે દોડી જઈને શોધખોળ હાથ ધરી હતી અને ફાયર બ્રિગ્રેડ વિભાગે નદીમાં શોધખોળ કરીને અંતે લાશ બહાર કાઢીને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં મૃતક મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્રીમદ રાજનગર સોસાયટીમાં રહેતા 34 વર્ષીય નટુભાઈ વિનોદભાઈ પિત્રોડા હોવાની ઓળખ મળી હતી.આ યુવાન ગત તા.15 ના રોજ પોતાનું બાઇકને લઈને કોઈ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો.બાદમાં આ યુવાન ગુમ થયાની નોંધ થઈ હતી.ત્યારે આજે તેની નદીમાંથી લાશ મળી આવી હતી.જેમાં આ યુવાને પુલથી કૂદકો માર્યો હતો અને નદીની ગાડી વેલમાં ફસાઈ ગયો હોય તેનું મોત થયું હતું.આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ શરુ છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner