મોરબી: ગુજરાત સરકાર દ્વારા ૧૦ ગામો દીઠ એક મોબાઈલ પશુ દવાખાના યોજના અન્વયે મોરબી જીલ્લામાં ૧૦ મોબાઈલ વાહનો મળનાર છે ત્રણ તબક્કામાં કુલ ૧૦ વાહનોની ફાળવણી થશે જે યોજના અંતર્ગત મોબાઈલ પશુ દવાખાનાનું જીલ્લા પંચાયત કચેરી મોરબી ખાતે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું અને મોરબી જીલ્લાના ૧૦૦ ગામોમાં પશુઓના આરોગ્ય લક્ષી સેવાઓ માટે નિશુલ્ક સારવાર મળી રહેશે
લોકાપર્ણ પ્રસંગે અધિક કલેકટર કેતન જોષી, ડીડીઓ પરાગ ભગદેવ અને જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા પશુપાલકોના પશુઓ બીમાર થાય ત્યારે હવે ટોલ ફ્રી નંબર ૧૯૬૨ માં ફોન કરવાથી સેવાઓ મળી રહેશે અંદાજીત ૧.૧૦ લાખ પશુઓ માટે નિશુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે મોરબી જિલ્લાને કુલ ૧૦ વાહનો ફાળવાશે જેમાં પ્રથમ તબક્કામાં બે વાહન મળ્યા છે જયારે બીજા તબક્કામાં ચાર અને ત્રીજા તબક્કામાં ચાર વાહનો ફાળવવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide