મોરબીમાં સતત ત્રીજા દિવસે કોરોનાનો કેસ : નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા વૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ

0
907
/

મોરબી: મોરબીમાં કોરોના કહેર વધી રહ્યો છે અને સતત ત્રીજા દિવસે કોરોના પોઝીટીવ કેસ નોંધાયો છે અને આજે ત્રીજા દિવસે ચોથો કોરોના કેસ આવ્યો છે જેમાં નવા બસ સ્ટેન્ડ પાછળ રહેતા વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળની પંચવટી સોસાયટીમાં રહેતા ૬૯ વર્ષના વૃદ્ધનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે વૃદ્ધને ડાયાબીટીસની પણ બીમારી છે જે રાજકોટ સારવારમાં હોય અને તેનું ગઈકાલે સેમ્પલ લેવાયું હતું જેનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે અને મોરબી જીલ્લામાં અઢારમો કોરોના પોઝીટીવ કેસ દાખલ થયો છે.

રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/