ધારાસભ્ય લલિત કગથરાનો દાવો, ભાજપે જે લિસ્ટ જાહેર કર્યું એમાં 14 કાર્યકરો તો અમારા છે જ નહીં !!
મોરબી : મોરબી તાલુકાના રાજકારણમાં ગરમાવો જામે તેવી ઘટના આજે સામે આવી છે. કોંગ્રેસના 35 અગ્રણીઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા બાદ ધારાસભ્ય લલિત કગથરાએ એવો દાવો કર્યો છે કે આમાં 14 કાર્યકરો તો અમારા છે જ નહીં! બીજી બાજુ તાલુકા પંચાયત પ્રમુખ સામે પણ કોંગ્રેસે વળતા પ્રહાર કરીને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હોવાનું જાણવા મળ્યું છે.
કમોરબીમાં ભાજપના દિગજજો આઈ.કે.જાડેજા અને સૌરભ પટેલ, સાસંદ મોહન કુંડરિયા, ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને પૂર્વ ધારાસભ્ય મેરજાની હાજરીમાં મોરબીના કોંગ્રેસના 35 જેટલા અગ્રણીઓ અને કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમ મોરબીના હરભોલે હોલ ખાતે યોજાયો હતો. જેમાં મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયાએ પણ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
જો કે આ ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત કગથરાએ એવી પ્રતિક્રિયા આપી હતી કે ભાજપે જે લિસ્ટ જાહેર કર્યું છે તેમાં 14 કાર્યકરો તો અમારા છે જ નહીં. હંસરાજભાઈની ઘરે હું 2 દિવસ પૂર્વે જ ગયો હતો. તેમની સાથે જમ્યો હતો. તેમને દબાણ કરવામાં આવ્યું કે શુ?
વધુમાં ભાજપમાં ભળેલા તાલુકા પંચાયત પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા સામે કોંગ્રેસે વળતો પ્રહાર પણ કર્યો છે. જેમાં તાલુકા પંચાયતના કોંગ્રેસના 16 સભ્યો દ્વારા પ્રમુખ હંસરાજભાઈ પાંચોટીયા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે. આ અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જશે અને હંસરાજભાઈ પ્રમુખના હોદા ઉપરથી દૂર થઈ જશે તેવો દ્રઢ વિશ્વાસ લલિતભાઈ કગથરાએ વ્યક્ત કરેલ હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide