મોરબીના દેશભક્ત નાગરિકે 4000 કિમી.નો બાઈક પ્રવાસ કરી જમ્મુ ખાતે ત્રિરંગાને આપી સલામી
મોરબી : ભારતનો દરેક નાગરિક દેશદાઝ ધરાવતો હોય છે. સંજોગો સામે બાથ ભીડી દેશભક્તિની મિશાલ કાયમ કરવા વાળા વિરલા દેશના ખૂણે ખૂણે પડ્યા છે. ઘણી વખત એમના કિસ્સાઓ જગ જાહેર થતા દેશવાસીઓ ગદગદ થતા હોય છે. તાજેતરમાં આવો જ કિસ્સો મોરબીના એક રાષ્ટ્રભક્તનો સામે આવ્યો છે. આ મોરબીવાસીએ મોરબીથી જમ્મુ સુધી ૪૦૦૦ કિમી.નો પ્રવાસ મોટરસાયકલમાં ખેડીને જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એની નાબુદી બાદના પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમના સહભાગી બન્યા હતા.
મૂળ મોરબીના બગથળા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર સ્થાયી થયેલા નીલેશભાઈ ધરમશીભાઈ કાંજીયા નામના રાષ્ટ્રભક્તે જમ્મુમાં યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ગત તારીખ 5 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35Aની નાબુદીની જાહેરાત કરી હતી અને બાદમાં જમ્મુમાં પ્રથમ ધ્વજવંદન સમારોહ યોજાનાર હોય જેમાં જોડાવવા માટે રાષ્ટ્રભક્ત મોરબીથી પોતાના બાઈક પર નીકળી પડ્યા હતા. 1800 કિમીથી વધુનું અંતર બાઈક પર એકલા કાપીને તેઓ જમ્મુ પહોંચ્યા હતા. જ્યાં જમ્મુના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત પ્રથમ ધ્વજવંદન સમારોહમાં તેઓ સહભાગી બન્યા હતા અને દેશની આન, બાન અને શાન સમા તિરંગાને ગૌરવશાળી સલામી આપી હતી.
જમ્મુ બાઈક પર જઈને ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેનાર નીલેશભાઈએ આ અંગે કહ્યું કે કલમ 370 અને 35A નાબુદી બાદ જમ્મુ-કાશ્મીરના લોકો ખરેખર હવે આઝાદ થયા હોય તેવો ભાવ જોવા મળ્યો હતો. જમ્મુના આ પ્રવાસમાં તેઓ એક સપ્તાહે પહોંચ્યા હતા અને એક સપ્તાહ પરત ફરવામાં લાગ્યું હતું. જમ્મુ જવા આવવા ઉપરાંત રસ્તામાં પંજાબના અમૃતસર સુવર્ણ મંદિર તેમજ રાજસ્થાનમાં ફરીને તેઓ ૪૦૦૦ કિમી. જેટલો પ્રવાસ ખેડીને હાલ મોરબી પરત ફર્યા છે 15 દિવસનો આ પ્રવાસ તેના જીવનનો યાદગાર પ્રવાસ હોવાનું પણ નીલેશભાઈએ જણાવ્યું હતું. તો અગાઉ નીલેશભાઈ 1990ની સાલમાં સાયકલ પર દિલ્હી સુધી પ્રવાસ કરીને ધ્વજવંદન સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. આમ દેશભક્તિની અનોખી મિશાલ નીલેશભાઈએ કાયમ કરી છે. જે મોરબીવાસીઓ માટે પણ ગૌરવ લેવા જેવી બાબત છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.