મોરબી : હોટલમાં જમવાનું પૂરું થઈ ગયાનું કહેતા માલિક પર હુમલો

0
332
/
/
/

મોરબી તાલુકાના આમરણ ગામ પાસે પાંચ શખ્સોએ હોટલના માલિકને માર મારી ધક્કામુકી કરતા હોટેલમાં રહેલા મંદિર અને કોમ્યુટરને નુકશાન પહોંચ્યું

મોરબી : મોરબી તાલુકાના આમરણ ગામે આવેલી હોટલમાં જમવા આવેલ પાંચ શખ્સોને હોટલ માલિકે જમવાનું પૂરું થઈ ગયાનું કહેતા ઉશ્કેરાયેલા પાંચેય શખ્સોએ હોટલ માલિકને માર માર્યો હતો.તેમજ ધક્કામુકી કરતા હોટલમાં રહેલા મંદિર અને કોમ્યુટરને નુકશાન પહોંચ્યું હતું.આ અંગેની હોટલ માલિકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે વધુ તપાસ ધરી છે

આ બનાવની મોરબી તાલુકા પોલિસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબી તાલુકાના આમરણ ડાયમંડનગર ગામે રહેતા અને આમરણ ગામના બસ સ્ટેન્ડ પાસે શિવ સંજય હોટલ ધરાવતા રાજેશભાઈ વિઠ્ઠલભાઈ જાકાસણીયા ઉ.વ.30 એ કાનાભાઈ સામડાભાઈ સોઢિયા, કાનાભાઈ બાબુભાઇ સોઢિયા,અજયભાઈ રાણાભાઈ ગોગરા, કાનાભાઈ સામડાભાઈ સોઢિયાના માસીનો દિકરો હિતેશ તથા લખાભાઈ સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગતતા.24ના રોજ આરોપીઓ તેમની હોટલે જમવા આવ્યા હતા અને જમવાનું માંગ્યું હતું.તેથી હોટલ માલિકે જમવાનું પૂરું થઈ ગયું છે તેવું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ જઈને હોટલ માલિકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો.તેમજ ધક્કામુકી કરતા હોટલમાં રહેલું મંદિર તથા કોમ્યુટરને નુકશાની પહોંચાડીને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે હોટલના માલિકે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner