માળિયા (મી.) નજીક ગઈકાલે કન્ટેનર અને બાઈક વચ્ચે થયેલ અકસ્માતમાં બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત

0
66
/

માળીયા (મી.) : માળીયા (મી.)થી મોરબી તરફ જતા હાઇવે ઉપર કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ગત તા. 4ના રોજ બપોરે 2 થી 2-30 વચ્ચે માળીયા (મી.)થી મોરબી તરફ જતા હાઇવે ઉપર રેલ્વે ઓવર બ્રિજનો ઢાળ ઉતરતા વડવાળા હોટલ સામે પંચવટીના પાટીયા પાસે કન્ટેનર નં. જી.જે ૧૨ બી.એકસ ૦૬૩૫ એ બાઈક નં.જી.જે ૩૬ ઓ ૪૪૮૯ ને હડફેટે લઇ પાછળથી ઠોકર મારી દીધી હતી. જેના કારણે બાઇકચાલક અલ્તાફભાઈ શકિલભાઇ જામ (ઉ.વ. ૨૬) પડી જતા તેને શરીરે સામાન્ય તથા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેમજ કન્ટેનરચાલક બનાવ સ્થળેથી  નાશી છૂટ્યો હતો.

 

 

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/