અનેરીની અનેરી રામભક્તિ : પોતાને ઈનામની મળેલ રકમ રૂ. 11 હજાર રામમંદિર નિર્માણ માટે દાન આપી!!

0
34
/

મોરબી : ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે વર્ષો બાદ ફરી ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. જેમાં આર્થિક સહયોગ આપવા દેશભરમાંથી રામમંદિર નિર્માણ કાર્ય માટે દાનની સરવાણી વહી રહી છે. ત્યારે મોરબીની બાળકીએ એકઠી કરેલી ઈનામી રાશિ રૂ. 11 હજારનું રામમંદિર નિર્માણ માટે દાન કરી પોતાની રામભક્તિનો પરિચય આપ્યો છે.

રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સંસ્થા દ્વારા ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધી એકત્રીકરણ મહાઅભિયાન હાલ દેશભમાં ચાલી રહ્યું છે. ત્યારે મોરબીમાં રહેતા આશિષભાઈ ત્રિવેદીની 9 વર્ષની દિકરી અનેરીએ એક પ્રેરણાદાયી પહેલ કરી છે. અનેરીએ રાજ્યકક્ષાની સુગમ સંગીત સ્પર્ધામાં મોરબી જીલ્લામાં અન્ડર-15માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ ટોપ ટેનમાં સ્થાન પ્રાપ્ત કર્યું હતું. જેના પુરસ્કાર રૂપે રૂ. 5000 પણ મેળવેલ હતા.

આ રૂ. 5000 તેમજ અગાઉ જીતેલી ઈનામી રાશી મળી તેણે રૂ. 11000 રામમંદિર નિર્માણના નિધી સમર્પણ અભિયાનમાં આપવાની ઈચ્છા પરિવાર સમક્ષ વ્યક્ત કરી હતી. તેમજ આ નિર્ણયને પરિવારના તમામ સભ્યોએ સહર્ષ વધાવ્યો હતો. અને અનેરીએ એકઠી કરેલી ઈનામી રાશિ રૂ. 11 હજારનું રામમંદિર નિર્માણ માટે દાન કર્યું હતું. આમ, 9 વર્ષની અનેરીએ રોકડ પુરુસ્કાર મનગમતી વસ્તુઓ લેવા માટે ખર્ચ કરવાને બદલે તેનો ધાર્મિક કાર્યમાં ઉપયોગ કરી રામભક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/