મોરબી : સીરામીક ફેક્ટરીમાંથી બાળકીનું અપહરણ થયાની રાવ

0
80
/

મોરબી : તાજેતરમા મોરબીના સરતાન પર રોડ પર આવેલા મોટો સીરામીકમાં કામ કરતા સીરામીક મજૂરની 7 વર્ષની બાળકીનું કોઇ અજાણ્યા શખ્સ અપહરણ કરી લઈ ગયા હતા. બનાવ અંગે બાળકીના પિતાએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ આધારે પોલીસે બાળકીની શોધખોળ હાથ ધરી છે.

આ બનાવની તાલુકા પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોટો સીરામીકમાં રહી મજુરી કામ કરતા મૂળ એમપીના જાબુઆ જિલ્લાના વતની લલિતભાઈ પુંજાભાઈ ખરાડી ફેકટરીના આઉટ ટેબલમાં કામ કરતા હતા. ત્યારે આજુબાજુમાં તેમની સાત વર્ષની દીકરી સરિતા ઉર્ફે આયશી રમતી હતી. અચાનક પુત્રી ગુમ થઈ જતા પિતાએ તેની શોધખોળ કરી હતી. પણ ફેકટરીમાંથી ન મળી આવતા પિતાએ કોઈ અજાણ્યા શખ્સ તેનું અપહરણ કરી લઈ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આ અંગે વધુ તપાસ સર્કલ પી.આઈ.આઇ. એમ કોંઢિયા સહિતના ચલાવી રહ્યા છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/