વાંકાનેરના મુસ્તાક બ્લોચની ATS દ્વારા ગેરકાયદેસર હથિયારો સાથે ધરપકડ કરાઈ

0
209
/
વાંકાનેરના શખ્સ સહિત 9 આરોપીઓની 54 હથિયારો સાથે ATS એ કરી ધરપકડ : રાજ્યના ગુનાગરોને ગેરકાયદે હથીયારો સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ : એટીએસને મળી મોટી સફળતા

મોરબી : ગુજરાત રાજ્યની એટીએસ ટીમને રાજ્યના ગુનાગરોને ગેરકાયદે હથીયારો સપ્લાય કરવાના કૌભાંડનો પર્દાફાશ કરવાની મોટી સફળતા મળી હતી.આ વિદેશી અને ભારતીય બનાવટના હથિયારો ગુનેગારોને સપ્લાય કરવાના કૌભાંડમાં એટીએસની ટીમે વાંકાનેરના નામચીન શખ્સ સહિતના શખ્સોને મુખ્ય કાવતરાખોર તરીકે ઝડપી લીધા હતા. બાદમાં એટીએસ ટીમે આ કૌભાંડના મૂળ સુધી પહોંચીને ગુજરાતના અલગ અલગ જગ્યાએથી કુલ 9 આરોપીઓની 54 ઘાતકી હથિયારો સાથે ધરપકડ કરી હતી.

ગુજરાતની એટીએસની ટીમે આ અંગે સતાવાર વિગતો જાહેર કરી હતી કે, એટીએસ ગુજરાતના પોલીસ અધિક્ષક દીપન ભદ્રંને એટીએસના અધિકારીઓને રાજ્યમાં ઓર્ગેનાઇઝડ ક્રાઈમ ઉપર સર્વેલન્સ રાખવાની સૂચના આપી હતી. જેના અનુસંધાને નોરોકીટીક્સ, FICN, આર્મ્સ વિગેરે ઓર્ગેનાઇઝેશન ઉપર વોચ રાખવામાં આવી હતી. તે દરમિયાન એટીએસના નાયબ પોલીસ અધિક્ષક બી.પી.રોજિયાનાને ચોક્કસ બાતમી મળી હતી કે, વાંકાનેરનો મુસ્તાક બ્લોચ અને ગાંગડનો વહીદખાન પઠાણ ગેરકાયદે પીસ્ટલ, રિવોલ્વર જેવા ઘાતકી હથિયારો રાખે છે. આ પ્રકારની બાતમી મળતા ગુજરાતની એટીએસની ટીમે ગત તા.19 જુનના રોજ ઇસ્કોન ચાર રસ્તા,નાયડુ નર્સરી અમદાવાદથી વાંકાનેરના મિલેનિયમ 25 વારીયા વિસ્તાર પાસે રહેતા 42 વર્ષીય મુસ્તાક ગુલમહમદ બ્લોચને ગેરકાયદે લોડેડ રિવોલ્વર, લોડેડ પીસ્ટલ, ચાર જીવતા કાર્ટૂસ તથા ગાંગડના વાહીદખાન અશરફખાન પઠાણ લોડેડ પીસ્ટલ અને ચાર જીવતા કાર્ટૂસ સાથે ઝડપી લીધેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/