મોરબી : બે શંકાસ્પદ દર્દી સહિત ૫૯ લોકોના સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

0
26
/
ગઈકાલે શુક્રવારે મોરબી જિલ્લામાં લેવાયેલા તમામ સેમ્પલમાં કોરોના નેગેટિવ આવતા રાહત

મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ મહિનામાં નોંધાયા તેટલા કેસ માત્ર ચાર દિવસમાં નોંધાયા છે. અને કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં બે આંકડામાં પોહચી 12 થઈ ગઈ છે. ત્યારે શુક્રવારે લેવાયેલા 2 શંકાસ્પદ દર્દી સહિત કુલ 59 લોકોના સેમ્પલનો કોરોના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યો છે.

મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શુક્રવારે મોરબી શહેરના 20 વર્ષના યુવાન અને માળિયાના વીરવિદરકા ગામના 60 વર્ષના વૃદ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા બન્નેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત 57 લોકોના રૂટિન સ્ક્રીનીંગ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. આમ શુક્રવારે કુલ 59 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જે તમામ સેમ્પલનો કોરોના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/