ભાવનગર : જુલાઈ માસમા દરરોજ સરેરાશ 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા, 25ના મોત થયા

0
17
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ભાવનગર. તાજેતરમાભાવનગર જિલ્લાનો પોઝિટિવ આંક 1447 પર પહોંચ્યો છે, જેમાંથી 967 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. 26 દર્દીઓના કોરોનાથી મોત થયા અને 447 દર્દીઓ સારવાર હેઠળ છે. 26 માર્ચથી ભાવનગરમાં કોરોનાની એન્ટ્રી થઇ અને ત્યારથી 30 જુન સુધીના 97 દિવસમાં 251 પોઝિટિવ કેસ નોંધાયા છે. જુલાઈ મહિનામાં સંક્રમણ ઘટવું જોઇએ તેના બદલે કોરોના બેકાબૂ બન્યું અને 1136 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં દરરોજ સરેરાશ 36 ઉપર પોઝિટિવ કેસ નોંધાયા હતા. ભાવનગર જિલ્લામાં કુલ 25ના મોત થયા છે.

જિલ્લામાં 44 ધન્વંતરી રથ ફરી રહ્યા છે
તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે કુલ 23060 ટેસ્ટ કરવામાં આવ્યા છે. 44 ધન્વંતરી રથ જિલ્લામાં ફરી રહ્યા છે. 1761 વિસ્તારોને આવરી લઈને 57253 લોકોને સારવાર અપાઈ છે. તંત્ર દ્વારા આવી અનેક વાતો વચ્ચે પણ જુલાઈ મહિનામાં 1136 પોઝિટિવ કેસ આવ્યા જે તંત્ર અને લોકો માટે ચિંતાનો વિષય છે. તંત્રએ માત્ર ધન્વંતરી રથ પર આધાર રાખવાના બદલે ટેસ્ટ વધારવા પડશે અને જો ટેસ્ટ વધશે તો જ પોઝિટિવ દર્દીને શોધી શકાશે અને સંક્રમણ કંટ્રોલમાં આવશે.

967 દર્દીઓ રોગ મુકત થયા
ભાવનગર જિલ્લામાં કોરોનાથી કુલ 25ના મોત થયા હોવાનું તંત્રએ જાહેર કર્યુ છે. ટકાવારી મુજબ તબીબી ટીમની કામગીરીની સરાહનીય છે કારણ કે મૃત્યુ દરને કંટ્રોલમાં રાખ્યો. સાથોસાથ 967 દર્દીઓ રોગ મુકત થયા છે. તંત્ર દ્વારા કોરોનાથી મોત થાય તેના આંકડાઓ જાહેર કરવામાં આવે છે પરંતું અન્ય બીમારીથી કેટલા મોત થયા તેનો આંકડો તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતો નથી. જેના કારણે ઘણી બધી શંકા-કુશંકાઓ ઉભી થતી હોય છે. જે પ્રકારે કોરોનાથી મોત થાય અને તેના આંકડાઓ જાહેર કરાય છે તે પ્રકારે અન્ય બીમારીથી મોત થાય તેના આંકડાઓ જાહેર કરવામાં અઘિકારીઓને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ.

CORONA-9

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/