ભરૂચ : અંકલેશ્વરમાં વધુ 7 કેસ, કુલ આંક 281 સુધી પહોંચ્યો

0
24
/

અંકલેશ્વર: તાજેતરમા અંકલેશ્વરમાં કોરોનાના નવા 7 કેસ સાથે કુલ આંક 281 પર પહોંચ્યો છે. કોરોનામાં વધુ 2 વ્યક્તિના અંકલેશ્વરમાં મોત હતા. જયાબહેન મોદીના કોરોના વોર્ડ ફરજ બજાવતા મહિલા કર્મચારીનું પણ શંકાસ્પદ કોરોનામાં મોત થયું હતું. કોવીડ સ્મશાનગૃહ ખાતે હોસ્પિટલનું કોઈ સંકલન નહિ હોવાનું બહાર આવ્યું છે. આડેધડ મૃતદેહ મોકલી આપતા મૃતદેહની કતાર લાગી જાય છે. શુક્રવારે 10 મૃતદેહ પહોંચતા અરાજકતા ફેલાય હતી.

મૃતદેહોને એક સાથે 4 ચિતા પર અગ્નિદાહ આપ્યો હતો
અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં જ કોરોનાને લઇ 13 વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. શુક્રવારે સાંજે અંકલેશ્વર નારાયણ દહેરા ફળીયા, પંચાટી બજારમાં રહેતા ચૌટાબજારના વેપારીનું કોરોનાને કારણે મોત થયું હતું. ટીચર્સ સોસાયટી ખાતે રહેતા આધેડનું શુક્રવારે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયું છે. જયાબેન મોદી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરના પિતાનું પણ કોરોનાની સારવાર દરમિયાન શુક્રવારે મોત નીપજ્યું હતું . છેલ્લા ચાર મહિનાથી હોસ્પિટલમાં સેવા આપતી મહિલા કર્મચારીનું શંકાસ્પદ મોત થયું હતું જેના પગલે હોસ્પિટલ સ્ટાફમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. અંકલેશ્વર ગોલ્ડનબ્રીજ છેડા પર કોવિડ સ્મશાનગૃહ ખાતે જિલ્લાની કોવિડ હોસ્પિટલનું સંકલનના ના હોવાથી મૃતદેહ સીધે સીધો મોકલી અપાતા કતાર લાગી હતી .મૃતદેહોને એક સાથે 4 ચિતા પર અગ્નિદાહ આપ્યો હતો.મોડી રાત સુધી અંતિમ વિધિ ચાલેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/