ભાવનગરમા હાલ મહાનગરપાલીકા તથા કેમીસ્ટ એસોસિએશન દ્વારા હાલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતા વધુ લક્ષણો ધરાવતા કોવિડ-19ના દર્દીઓ માટે ચર્ચા વિચારણા કરાયા બાદ રેમડેસીવીર ઇંજેકશનની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મહાનગરપાલીકા દ્વારા જણાવાયુ છે કે, કોવિડ-19ની હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા વધુ લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીને રૂપિયા પાંચ હજાર 400 કિંમત ધરાવતા તમામ બ્રાન્ડના રેમડેસીવીર ઇંજેકશનની કિંમત અંગે કોવિડ હોસ્પીટલના સંચાલકો, જીલ્લા વહીવટી તંત્ર અને ભાવનગર મહાનગરપાલીકા તથા કેમીસ્ટ એસોસિએશન દ્વારા ચર્ચા વિચારણા કરાતા આ ઇંજેકશનના ભાવમાં ઘટાડો કરી હવેથી રૂપિયા એક હજામ 680માં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ છતા જો કોઈ ઇંજેકશનની એમ.આર.પી આ ભાવ કરતા પણ ઓછી હશે તો તે મુજબ ઓછો ભાવ લેવામાં આવશે, જેની તમામ જાહેર જનતાએ પણ નોંધ લેવી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide