IPLના નિયમોમાં મોટો ફેરફાર, હવે ટોસ બાદ પણ બદલી શકાશે ટીમ

0
47
/

હાલ IPL 2023 શરૂ થવામાં માત્ર એક સપ્તાહ બાકી છે. ત્યારે તમામ ટીમો પોતાની તૈયારીઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત છે. આ દરમિયાન BCCIએ IPLના એક મહત્વપૂર્ણ નિયમમાં ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ટોસ પહેલા મેદાનમાં ઉતરેલી બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવન વિશે માહિતી આપવી પડતી હતી. એક રિપોર્ટ અનુસાર નવા નિયમ હેઠળ ટોસ બાદ પણ બંને ટીમોને પોતાની ટીમ બદલવાની સ્વતંત્રતા હશે. આ નિયમ સૌપ્રથમ SA T20 લીગમાં લાગુ કરવામાં આવ્યો હતો. IPL એવી બીજી T20 લીગ બની છે જેમાં આ નિયમ ઉમેરવામાં આવ્યો છે.

અત્યાર સુધી ઉપયોગમાં લેવાતા નિયમ મુજબ, ટોસ માટે આવતી વખતે કેપ્ટન તેની પ્લેઈંગ ઈલેવનની યાદી લઈને આવે છે. આ યાદી સત્તાવાર બ્રોડકાસ્ટરને આપવામાં આવે છે. ટોસમાં ભલે તે પ્રથમ બેટિંગ કરે કે ફિલ્ડિંગ 11 ખેલાડીઓની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવતો ન હતો. રિપોર્ટ અનુસાર, હવે કેપ્ટન ટોસ સમયે બે યાદી લાવી શકે છે. ટોસ જીતવા અને હારવાના કિસ્સામાં, તે તેની યાદી બદલી શકે છે. આમ કરવાથી તે પ્લેઇંગ કન્ડીશન અનુસાર વધારાના પેસર અથવા સ્પિનર ઉમેરી શકશે. આ સાથે વધારાના બેટ્સમેનને રમાડવો કે નહીં તેના માટે પણ મદદ મળશે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/