બોટાદ: વરસાદના પાણીથી ભરાયેલાં નદી, નાળાં, તળાવ જેવાં ભયજન ક સ્થળોએ સાઈન બોર્ડ મુકાયાં

0
54
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

બોટાદ: જિલ્લામાં હાલ પડેલ વરસાદના લીધે ગામડાઓ અને સીમ વિસ્તારમા નદી, નાળા, તળાવ, ચેકડેમો, સહીત પાણીના સ્ત્રોત પાણીથી છલોછલ ભરાઈ ગયા છે તેમજ ભયજનક સપાટીથી પાણી વહી રહ્યું છે ત્યારે આવા સંજોગોમાં બાળકો અને યુવાનો આવા પાણીમાં ન્હાવા માટે જતા હોવાથી ઘણીવાર પાણીમાં ડૂબી જવાથી અકસ્માતે મોત થવાની સંભાવના રહે છે આવા બનાવોમાં નાની ભૂલ કે બેદરકારીના લીધે ઘણા માતા પિતા પોતાના આશાસ્પદ વ્હાલસોયા સંતાનો ગુમાવે છે જેની ગંભીરતા ને ધ્યાને લઈ બોટાદ જિલ્લાના દરેક આવા સ્થળો ઉપર બોટા દ જિલ્લા પોલીસ દ્વારા સાઇનબોર્ડ લગાવી લોકોના જીવ બચાવવાની અનોખી પહેલ કરવામા આવી છે.

બોટાદ જિલ્લા એસ.પી. હર્ષદ મહેતા દ્વારા પોલીસ અધીકારીઓ અને તમામ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અધીકારીઓ સાથે મળી જરુરી માહીતી એકઠી કરી જિલ્લામા ભુતકાળમા અગાઉ જ્યા જ્યા આવા બનાવો બન્યા હોય તેમજ આવા બનાવો બનવાની સક્યતાઓ હોય એવા સ્થળો રેકર્ડ ઉપરથી અને સ્થાનીક પોલીસ અને સજ્જન નાગરીકો પાસેથી માહીતી એકઠી કરી જિલ્લા પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગામડાઓ અને નગરોમાં આવા ભયજનક સ્થળોની વૈજ્ઞાનિક ઢબે ઓળખ કરવામાં આવી હતી. જિલ્લા આવા તમામ સ્થળો કે જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાય રહે છે. અને તેના લીધે બાળકો અને યુવાનો ન્હાવા માટે જાય છે. તેવા સ્થળો ભયજનક છે એટલે ત્યાં ન્હાવા ન જાય એ લોકોને ખ્યાલ આવે તે માટે આવા સ્થળોએ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ખાસ બનાવવામાં આવેલ ભયજનક દિશા સુચન કરતા સાઇનબોર્ડ બનાવી મૂકતા લોકોના જીવ બચાવવાની આગવી પહેલ કરવામા આવી હતી.

તેમજ પોલીસ સ્ટેશનની મોબાઇલવાન અને બીટ ઓ.પી. ઇનચાર્જ ને આવા ભયજનક સ્થળોની વીઝીટ અને પેટ્રોલીંગ માટે બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા સુચના આપવામા આવી હતી તેમજ દરેક ગામડાના સરપંચ અને આગેવાનોને તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપવામા આવ્યૂ હતું. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગામડાઓના સરપંચ, ગામઆગેવાનો અને સૌનાગરીકોને અપીલ કરતા જણાવ્યુ હતું કે આપના સંતાનોને કે ગામના બાળકો કે યુવાનોને આવા ભયજનક સ્થળોએ ન્હાવા ન જવા દેવા અને જો કોઇપણ વ્યક્તિ જતુ હોય તો અટકાવવા નમ્ર અપીલ કરવામાં આવેલ હતી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/