મોરબી: ગજાનનપાર્ક સોસાયટીને તેના હક્ક અપાવવા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

0
347
/

તમામ પાયાની સુવિધાઓ આપવા જ્યારે બિલ્ડરોએ હાથ ઊંચા કરી દીધા ત્યારે ગજાનન પાર્કના રહીશોએ પોતે જાત મહેનતે અને સ્વખર્ચે સુવિધાઓ ઉભી કરી ગજાનન પાર્કને રળિયામણું બનાવી બિલ્ડરોને નીચું જોવડાવ્યું છે

(રાધેશ બુધ્ધભટ્ટી/Editor In Chief) મોરબી: મોરબીના પીપળી રોડ પર આવેલ ગજાનનપાર્ક સોસાયટીના રાહીશોને પાયાની જરૂરિયાતો જેવી કે ભૂગર્ભ ગટર,પીવાનું પાણી,રોડ રસ્તા બાબતે બિલ્ડરો દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં હાથ ખંખેરી લેવાતા સોસાયટી પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા સ્થાનિક પ્રશાશન સહિત મુખ્યમંત્રી ને લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે.

ફરિયાદ ના મુખ્ય મુદ્દાઓ…

C.m.o. office

વિષય

ગજાનંદ પાર્ક સોસાયટી ના રહીશો ને પોતાના હક હિસ્સા અપાવવા બાબત..

જય ભારત સાથે આપ સાહેબ ને જણાવવાનું કે અમારી સોસાયટી ગજાનંદ પાર્ક કે જે મોરબી ના પીપળી ગામ માં આવેલી હોઈ જે સોસાયટી નું નિર્માણ 2011 માં થયેલું હોઈ ત્યાં હાલમાં અત્યારે અંદાજિત 110 નાના મોટા મકાનો આવેલા હોઈ જે મકાનો માં નાના મોટા અંદાજિત 350 જેવા લોકો રહેતા હોઈ. ગજાનંદ પાર્ક સોસાયટી માં બિલ્ડરો દ્વારા જયારે મકાનો નું નિર્માણ કરવામાં આવ્યું એ તમામ મકાન નબળી ગુણવતા વારા બનાવી ને સોસાયટી ના રહીશો ને આપવામાં આવ્યા છે તમામ મકાનો હાલના સમય માં રહેવા લાયક રહ્યા નથી . સરકારી નિયમ મુજબ ની કોઈ સુવિધાઓ કે સોસાયટી માં રોડ રસ્તા. ગટર. પાણી ની કોઈ પણ સુવિધાઓ અમોને બિલ્ડરો દ્વારા આપવામાં આવેલી નથી.અમોને મકાન ખરીદી કરતા સમયે બિલ્ડરો દ્વારા વિશ્વાસ અપાવવા માં આવ્યો હતો કે જીવન જરૂરી તમામ પ્રાથમિક સુવિધાઓ અમે અમારા ખર્ચે તમોને કરી આપી એમ કહીનેે આજે સોસાયટી નિર્માણ થયે અંદાજિત 10 વર્ષ જેવો સમય થવા આવ્યો છે પરંતુ એક પણ પ્રાથિમક સુવિધા બિલ્ડરો દ્વારા અમોને આપવામાં કે અપાવવા માં આવી નથી સોસાયટી ના રહીશો ની અમારી જીવન મૂડી બધી આ બિલ્ડરો એ પચાવી પાળી છે તથા અમારા મકાનો સોસાયટી માં હોવા સતા પણ અમે નોધારા જેવા બની ગયેલ છી એ ચોમાસા દરમ્યાન અમારા મકાનો ની સત માંથી પાણી ટપકે છે તથા અમારા ઘર નું પાણી પણ બહાર નીકળતું નથી જેના લીધે અમારા ઘરો માં અને અમારા રસ્તાઓ માં ખુબજ ગંદકી પણ થાય છે પરિણામે સોસાયટી ના રહીશો ને જીવ લેન બીમારીઓ નો શિકાર થવું પડતું હોઈ છે.

ચોમાસા ના વરસાદી પાણી નો પણ યોગ્ય રીતે નિકાલ પણ સોસાયટી બહાર થતો નથી સોસાયટી માં ક્યાંય રોડ બનાવવા માં આવ્યો નથી જેના પરિણામે વરસાદી માહોલ માં અમો અમારા ઘર થી બહાર પણ નથી નીકળી શકતા કે ઘરની અંદર પણ નથી રહી શકતા એવી કફોળી સ્થિતિ ઉભી થઈ છે
બાથરૂમ ટોયલેટ ના પાણી નો પણ બહાર યોગ્ય રીતે નિકાલ બિલ્ડરો દ્વારા કરી આપવામાં નથી આવ્યો ટોયલેટ ની કુંડીઓ પણ યોગ્ય રીતે નિર્માણ કરેલી નથી જેના પરિણામે સોસાયટી ના રહીશો ના ઘરો માં ટોયલેટ ના પાણી ઉભરાય જાય છે. પીવા લાયક પાણી ની લાઈન પણ અમોને બિલ્ડરો દ્વારા આપવામાં આવી નથી જેના અનુ સંધાને અમારે વેચાણથી આવતું બહાર નું પાણી પીવું પડેછે
અમોએ જયારે બિલ્ડરો જોડેથી મકાન ની ખરીદી કરેલી હતી ત્યારે અમોએ બિલ્ડરો ને મકાન થતી પુરી કિંમત પણ બિલ્ડરો ને ચૂકવી આપેલી હતી.

છતા અમારા મકાનો ના દસ્તાવેજ કરી આપવામાં આવેલ નથી. અમોને મકાન ની બદલીમાં ખુલા પ્લોટ ના દસ્તાવેજો બિલ્ડરો દ્વારા કરી આપવામાં આવ્યા આવેલ છે . અમારા દ્વારા જયારે બિલ્ડરો ને કહેવામાં આવ્યું કે અમોએ તમોને મકાન ની કિંમત ચુલવેલી છે તો મકાન ના દસ્તાવેજ અમોને કરીને આપવા એ તમારી ફરજ છે. એ સમય માં પણ બિલ્ડરો દ્વારા અમારી જોડે ફ્રોડ કરવામાં આવ્યું હતું બિલ્ડરો દ્વારા અમોને જણાવવા માં આવ્યું હતું કે હાલના સમય માં સરકાર શ્રી દ્વારા મકાન બાંધ કામની મંજૂરી કોઈ પણ જગ્યા ઓ ઉપર આપવામાં આવતી નથી. જ્યાંરે સરકાર શ્રી દ્વારા તથા પીપળી ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી આપવામાં આવછે ત્યારે તમોને મકાન ની મંજરી અમે અમારા ખર્ચે લઈ આપીછું પરંતું સોસાયટી નિર્માણ થઈ ત્યાર થી અત્યાર સુધી અમોને હજુ પણ અમારા મકાનો ની મંજૂરી જેતે બિલ્ડરો દ્વારા અપાવવા માં આવી નથી
બિલ્ડરો એ મકાન વેચાણ માટેનો સરકાર શ્રી ને કોઈ પણ જાતનો ટેક્સ ન ભરવો પડે એ હેતુ થઈ ટેક્સ ચોરી ના ઈરાદા થી આવા બિલ્ડરો એ અસંખ્ય સરકાર શ્રી ની ટેક્સ ચોરીઓ પણ કરેલી છે. અમારી જોડે થી મકાન ની પૂરતી કિંમત વસુલ કરી ને અમોને ખુલા પ્લોટ ના દસ્તાવેજો પકડાવી આપવામાં આવ્યા છે. અમારા મકાનો માં વાપરવામાં આવેલ ટોટલ મટીરિયલ પણ નબળી ગુણવતા નું બિલ્ડરો દ્વારા વાપરવામાં આવ્યું છે. અને એ ટોટલ મટીરિયલ ના કોઈ પણ જાતના કોઈ પુરાવા અથવા તો કોઈ પણ વસ્તુઓ ના સરકાર માન્ય બિલ પણ કોઈ બિલ્ડરો જોડે હાલની તારીખ સુધી નથી..
બિલ્ડરો એ અમારી સોસાયટી ના તમામ રહીશો જોડે વિશ્વાશ ઘાત કરેલો છે સાથોસાથ સરકાર શ્રી દ્વારા આવતા ટેક્સ ની પણ કરોડો રૂપિયા માં ટેક્સ ચોરી બિલ્ડરો દ્વારા આચરવામાં આવેલી છે
અમારી સોસાયટી ના બધા રહીશો મધ્યમ વર્ગ ના હોઈ તથા મજૂરી કામ સાથે ના વ્યવસાય માં જોડાયેલ હોઈ જેઓની ફરિયાદ સાંભળવા પણ હાલના સમય માં કોઈ તયાર નો હોઈ. એ માટે સમર્ગ સોસાયટી ના રહીશો સાથે અમો ન્યાય ની આશા સાથે આપ સાહેબ ને આ અરજી થકી વિનંતી કરેલ છે
આપ સાહેબ ને વિનંતી કે અમારા દ્વારા કરવામાં આવેલી વિનંતી ઉપર આપ દ્વારા યોગ્ય રીતે તપાસ કરાવવા માં આવે તથા અમોને ન્યાય અપાવવામાં આવે અમોને અમારો હક અપાવવા માં આવે. તથા સરકાર શ્રી ના તથા પ્રજાના ટેક્સ ચોરી ની રકમ પચાવી પાડનારા આવા બિલ્ડરો ઉપર સરકાર શ્રી દ્વારા નિમણુંક પામેલ આઇટી વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે તપાસ કરી ને જરૂરી તમામ દસ્તાવેજો બિલ્ડરો જોડેથી માંગવામાં આવે કાયદેસર સરકારી નિયમ મુજબ ની કાર્યવાહી આવા લે ભગુ તત્વો ઉપર કરવામાં આવે એવી આપના જોડે અમે આશા રાખીએ છીએ

(જયદેવસિંહ જાડેજા: પ્રમુખ: ગજાનન પાર્ક, મોરબી)

આપનો વિશ્વાશું
જયદેવસિંહ જાડેજા

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/