એક સમયે બુદ્ધ રોજ પોતાના શિષ્યોને ઉપદેશ આપતાં હતાં. એક દિવસ બધા શિષ્ય બુદ્ધનો ઉપદેશ સાંભળવા માટે બેઠાં હતાં. જો કે ભગવાન બુદ્ધ શિષ્યો સુધી હજી પહોંચ્યા ન હતાં. થોડીવાર પછી બુદ્ધ એક દોરડું લઈને આવ્યાં. બુદ્ધના હાથમાં દોરડું જોઈને બધા શિષ્ય આશ્ચર્યચકિત હતાં. બુદ્ધ પોતાની જગ્યા પર બેઠાં અને તેમને દોરડાંમાં એક પછી એક ત્રણ ગાંઠ બાંધી.
તથાગતે(બુદ્ધ) બધા શિષ્યોને દોર઼ડાં તરફ ઈશારો કરીને પૂછ્યું કે શું આ એ જ દોરડું છે જે ત્રણ ગાંઠ બાંધતાં પહેલાં હતું? એક શિષ્યએ કહ્યું કે ભગવાન એ તો આપણા દ્રષ્ટિકોણ ઉપર નિર્ભર કરે છે. ગાંઠ માર્યા પછી પણ આ દોરડું તો એ જ છે. બીજો શિષ્ય બોલ્યો કે હવે આ દોરડાંમાં ત્રણ ગાંઠ બનેલી છે, જેને લીધે આ દોરડું બદલાઈ ગયું છે. અન્ય એક શિષ્યએ કહ્યું કે દોરડું એ જ છે, પરંતુ ગાંઠને લીધે તેનું સ્વરૂપ બદલાઈ ગયું છે, પરંતુ મૂળ સ્વરૂપ એ જ છે.
બુદ્ધે બધા શિષ્યોની વાતો ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તમારી બધાની વાતો સાચી છે. બુદ્ધ ગાંઠ ખોલવા માટે દોરડાંને બન્ને તરફ ખેંચવાં લાગ્યાં. બુદ્ધે પૂછ્યું કે શું આ રીતે દોરડાંની ત્રણ ગાંઠ ખૂલી જશે?
શિષ્યો બોલ્યાં કે, નહીં. એમ કરવાથી તો ગાંઠ વધુ મજબૂત થઈ જશે. બુદ્ધે કહ્યું કે વાત સાચી છે. હવે કહો કે આ ગાંઠોને ખોલવા માટે આપણે શું કરવું જોઈએ? શિષ્ય બોલ્યાં કે પહેલાં આપણે એ સમજવું પડશે કે આ ગાંઠ કેવી રીતે બાંધી છે? ગાંઠ કેવી રીતે ખોલી શકીએ? જ્યારે આપણને એ સમજાઈ જશે કે ગાંઠ બાંધી કેવી છે તો તેને ખોલવું પણ સરળ થઈ જશે.
બુદ્ધ શિષ્યોની આ વાતથી ખુશ હતાં. તેમને કહ્યું કે આવી જ રીતે આપણે સમસ્યાઓ ઉકેલવા વિશે પણ વિચારવું જોઈએ. પરેશાનીઓનું કારણ જાણ્યા વગર તેને ઉકેલવાનો પ્રયાસ કરવામાં વાત વધુ બગડી શકે છે. એટલા માટે પહેલાં સમસ્યાઓનું કારણ સમજીએ અને પછી તેને ઉકેલવાનો પ્રયાસ કરીએ તો સમસ્યાઓ ઝડપથી ઉકેલાઈ પણ શકે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide