મોરબીમાં કાળા કાચ વાળી ગાડી, બુલેટ અને ફોનમાં ગપાટા મારતા વાહન ચાલકો દંડાયા

0
294
/

ટ્રાફિક શાખા દ્વારા સપાટો બોલાવી 112 વાહનચાલકોને પોલીસે ઝપટે લીધા : રૂ.54100 દંડ વસુલ

મોરબી : હાલ મોરબી શહેરમાં કાળા કાચ વાળી ગાડી, ઘોંઘાટીયા સાયલેન્સર વાળા બુલેટ અને ફોનમાં ગપાટા મારતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક શાખા દ્વારા ઝુંબેશરૂપી કામગીરી કરી 112 વાહનચાલકોને ઝપટે લઈ રૂ.54100નો દંડ વસુલ કરતા વાહનચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

મોરબી શહેર વિસ્તારમાં અમુક બાઇક ચાલકો બુલેટ મોટરસાયકલમાં મોડીફાઇ કરેલા અને અવાજનું વધુ પ્રદુષણ ફેલાય તેવા સાઇલેન્સર લગાવી ફરતા જોવા મળતા તેમજ કારમાં બારીઓ પર કાળા કલરની ફિલ્મો લગાવીને ગાડી ચલાવતા તથા વાન ઉપર નંબર પ્લેટ ન લગાવીને આરટીઓના નિયમનો ભંગ કરતાં વાહનચાલકો વિરૂદ્ધ પોલીસે ઝુંબેશ ચલાવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. મોરબી શહેરમાં બેફામ રીતે વાહન ચલાવતા તેમજ વાહન ઉપર નંબર પ્લેટ ન લગાવીને તેમજ અનઅધિકૃત લખાણ લખાવેલા વાહનચાલકો સામે મોરબી પોલીસે આજે શુક્રવારે તવાઈ ઉતારી છે.

ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ જુદી-જુદી ટ્રાફિક શાખાના અધિકારી તથા કર્મચારીઓની ટીમોએ આજે વિવિધ વિસ્તારોમાં વાહનો ચેક કર્યા હતા. વાહનોને લગતા કાગળો કે લાયસન્સ સાથે નહીં રાખી વાહનો ચલાવતા કુલ 15 વાહનો મોટર વ્હીકલ એક્ટ 207 મુજબ ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કારમાં કાચ પર બ્લેક ફિલ્મ લગાવી અને ગેરકાયદે લખાણ તેમજ સુશોભિત નંબર પ્લેટ લગાવીને નીકળેલા તથા રોંગ સાઈડમાં વાહન ચલાવીને ચાલુ વાહનમાં મોબાઇલ પર વાત કરતાં વાહનચાલકો વિરૂદ્ધ કુલ 112 કેસ કરી રૂપિયા 54100નો દંડ સ્થળ પર જ વસુલ કર્યો હતો. આવનારા દિવસોમાં પણ તમામ પ્રકારના અનઅધિકૃત રીતે ચલાવતા વાહનો માટે ટ્રાફિક શાખાની ઝુંબેશ ચાલુ રહેશે તેવું પણ જાણવા મળ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/