શિવસેનાએ કલેકટરને રજુઆત કરી તાકીદે રોડની યોગ્ય મરમત્ત કરવાની માંગ કરી
વાંકાનેર: વાંકાનેર તાલુકાના ઢુંવા ગામથી સોરાષ્ટ્ના પ્રસિદ્ધ યાત્રાધામ માટેલધામને જોડતો ડામર રોડ લાંબા સમયથી ખળખધજ હાલતમાં છે. આ રોડ એટલી હદે ખખડી ગયો છે કે, રોડ અકસ્માત ઝોન બની જાય તેવી ગંભીર પરિસ્થિતિ ઉદભવી છે. આથી શિવસેના સંગઠને કલેકટરને રજુઆત કરીને માટેલધામને જોડતા માર્ગની યોગ્ય મરમત્ત કરવાની માંગ કરી છે.
શિવસેના સંગઠને કલેકટર મારફત નાયબ મુખ્યમંત્રી અને યાત્રાધામ વિકાસ બોર્ડને રજુઆત કરી છે કે, વાંકાનેરના ઢુંવા ગામથી સોરાષ્ટ્ના પ્રસિદ્ધ યાત્રાધામ આઈશ્રી ખોડિયાર માતાના માટેલધામને જોડતો માર્ગ લાંબા સમયથી અતિ બિસ્માર છે. આ રોડ ઉપર અનેક સીરામીક ફેકટરીઓ તેમજ અન્ય ઉધોગો આવેલા છે. ઉપરાંત માટેલધામમાં દરરોજ દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આઇશ્રી ખોડિયાર માતાના દર્શને આવે છે. પરંતુ માટેલધામને જોડતા માર્ગની અત્યંત ખરાબ દુર્દશા હોવાથી સ્થાનિક ઉધોગકારો અને વાહન ચાલકો તથા શ્રદ્ધાળુઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જોકે આ રોડની એટલી હદે ખરાબ દશા થઈ ગઈ છે કે, ઠેરઠેર ખાડા ખબડા પડી ગયા છે. અને સતત ધૂળની ડમરીઓ ઊડતી રહે છે એથી વારંવાર નાના મોટા અકસ્માત થયા કરે છે. જોકે અગાઉ સ્થાનિક ઉધોગકારોએ અનેક વખત રોડ મામલે રજુઆત કરી છે પણ દરેક રજુઆત બેઅસર રહી છે. તેથી શિવસેનાએ આ રોડ પ્રશ્ને રજુઆત કરીને તાકીદે રોડ રીપેરીંગ માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide