મોરબીમાં લાગેલા ચીની કંપની બેનેરો હટાવવાની માંગ: આક્રોશ ચરમસીમાએ

0
85
/
જાગૃત નાગરિકે કલેકટરને રજુઆત કરી

મોરબી : ચીને દગાખોરી કરીને ભારતીય સેના પર કરેલા હુમલાને કારણે દેશભરમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો છે અને દગાખોર ચીન સામે ઠેરઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ચીને સબક શીખવાડવા માટે આત્મનિર્ભર ભારતને સાર્થક કરવા મોરબીમાં લગાવેલા ચીની કંપનીના વિવિધ જાહેરખબરનો બેનરો ઉતારી લેવાની જાગૃત નાગરિકે કલેકટર સમક્ષ રજૂઆત કરી છે.

મોરબીમાં દગાખોર ચીન સામે પ્રચંડ આક્રોશ જોવા મળ્યો છે. જાગૃત નાગરિકો ચીનને સબક શીખવાડવા માટે ચીની પ્રોડક્ટને જાકારો આપી રહ્યા છે. ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા જાગૃત નાગરિક સંજયભાઈ સુરાણીએ કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી શહેર અને જિલ્લામાં ચીની કંપનીઓની જાહેરખબરના વિવિધ બેનરો.લગાવવામાં આવ્યા છે. જોકે હાલ ભારતીય સરહદ પર ચીનની મેલી મુરાદ બહાર આવી છે. ભારત તથા ચીનની સેના વચ્ચેના ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. તેથી, ચીનની શાન ઠેકાણે લાવવી જરૂરી છે. આથી, ચીનને સબક શીખવાડવા માટે ચીનને આર્થિક રીતે નુકશાન કરવા મોરબી શહેર અને જિલ્લામાં લાગેલા ચીની કંપનીઓના બેનરો હટાવી લેવાની માંગ કરેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/