મોરબી : જુગાર રમતી બે મહિલાઓ સમેત ચાર શખ્સોની અટકાયત

0
182
/
/
/
પોલીસ દ્વારા રોકડ રૂ. 16,000 કબ્જે

મોરબી : મોરબીના ઇન્દિરાનગરમાં જુગાર રમતા ચાર શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડ રૂ. 16,000 કબ્જે કરવામાં આવ્યા છે.

ગઈકાલે તા. 18ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના ઇન્દિરાનગરમાં બાવળ વાળી મેલડી માંનાં મંદીર સામે શેરીમાં ખુલ્લી જગ્યામાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ આરોપીઓ પાસેથી રોકડ રૂ. 16,000 જપ્ત કરવામાં આવી છે. આ બનાવમાં રમેશભાઇ રાજાભાઇ પરમાર, રાકેશભાઇ મુળજીભાઇ રાઠોડ, વિનુબેન દિનેશભાઇ વરાણીયા તથા રાજુબેન વિષ્ણુભાઇ ચાવડા સામે જુગારધારા મુજબ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner