મોરબી : દુકાનમાંથી વહીસ્કીની 34 જેટલી બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

0
426
/
પોલીસે કુલ કી.રૂ. 44,165 નો મુદામાલ કબ્જે કર્યો

મોરબી : તાજેતરમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસ દ્વારા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની બોટલોનાં જથ્થા સાથે એક ઇસમને પકડી પાડવામાં આવ્યો છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સ્ટાફને મળેલ ખાનગી હકિકત આધારે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ આરોપીની શીવ એન્જીનીયરીંગ નામની દુકાનમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હીસ્કીની બોટલો મળી કુલ બોટલો નંગ 34, કુલ કી.રૂ. 44,165 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ આ મુદામાલ સાથે ઝડપાયેલ આરોપી શૈલેષ ઉર્ફે સંજયભાઇ છગનભાઇ હળવદીયા (ઉ.વ. 38, ધંધો-વેપાર, રહે-હરીપર, કેરાળા, તા-જી-મોરબી, હાલ રહે-ગોપાલ સોસાયટી, સામા કાંઠે, મોરબી) વિરૂધ્ધ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/