હળવદમાં ફરીથી એક કેસ નોંધાયો : વાણીયાવાડમાં રહેતા વૃદ્ધ થયા સંક્રમિત,કુલ કેસ 42

0
119
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી જિલ્લામાં આજના 3 કેસ સાથે કુલ કેસ થયા 42

હળવદ : મોરબી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે શનિવારે ત્રીજો કેસ નોંધાયો છે. જેમાં કોરોના મુક્ત થયેલા હળવદમાં ફરીથી એક કેસ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 42 પર પોહચી છે.

હળવદમાં અગાવ 4 કોરોના પોઝિટિવ કેસ હતા પરંતુ તમામ દર્દી સાજા થઈ જતા હળવદ તાલુકો કોરોના મુક્ત થયો હતો. ત્યારે આજે શનિવારે ફરીથી હળવદમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં મળતી માહિતી મુજબ હળવદના વણીયાવાડમાં રહેતા 67 વર્ષના વૃદ્ધ દત પ્રકાશ મહેતાનો રિપોર્ટ મોડી રાત્રે પોઝિટિવ જાહેર થયો છે. આ વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું માલુમ પડ્યું છે. કોરના પોઝિટિવ આવેલ હળવદના વૃદ્ધનું સેમ્પલ ગઈકાલે હળવદ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયુ હતું. જેનો આજે જામનગરની લેબમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધની સાથે ગઈકાલે મોરબી જિલ્લામાં કુલ 102 સેમ્પલ લેવાયા હતા. જેમાં હળવદના આ વૃદ્ધ સિવાયના બાકી તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે. જ્યારે આજે શનિવારે મોરબીમાં 2 અને અત્યારે એક હળવદમાં સહિત આજના કુલ 3 કેસ થયા છે. જ્યારે આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 42 પર પોહચી ચુકી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/