મોરબી : (5pm) : મોરબીના દરબારગઢમાં વધુ બે કેસ સાથે આજના ચાર કેસ થયા

0
365
/
મોરબી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 55 થઈ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે રવિવારે રેકર્ડબ્રેક 12 કેસ નોંધાયા બાદ આજે સોમવારે બપોરે વધુ એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં દરબારગઢમાં રહેતા 60 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 55 થઈ ગઈ છે.

આજે સોમવારે બપોરે નોંધાયેલા પોઝિટિવ કેસની મળતી વિગત મુજબ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ મોરબીના દરબારગઢ વિસ્તારમાં આવેલી સંઘવી શેરીમાં રહેતા 60 વર્ષના વૃદ્ધ મહેશભાઈ જમનાદાસ ફિચડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વૃદ્ધના મોરબીમાં તારીખ 4ના રોજ રિપોર્ટ નેગેટિવ આવેલ હતો. બાદમાં તેઓ રાજકોટ સિવિલમાં દાખલ થઈ ત્યાં રિપોર્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની માહિતી મળી છે. હાલ આરોગ્ય, પોલીસ સહિતના વિભાગ દ્વારા સંઘવી શેરીમાં આગળની તકેદારીની કાર્યવાહી હાથ ધરી છે. સોમવારમાં આજના આ કેસ સાથે મોરબી તાલુકામાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 35 થઈ છે. જ્યારે મોરબી જિલ્લાની કુલ કેસની સંખ્યા 55 થઈ ચુકી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/