મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા કપાસની ખરીદી માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા રજુઆત

0
39
/

મોરબી : સીસીઆઇમાં રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને કપાસ વેચવા માટે ગોઠવવામાં આવેલી વ્યવસ્થામાં થોડો ફેરફાર કરી સુચારુ વ્યવસ્થા ગોઠવવા માટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ રજુઆત કરી છે.

તારીખ 8-6-2020ના રોજથી ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ સીસીઆઇમાં રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને કપાસ વેંચવા માટે પ્રથમ APMC માં કપાસનું સેમ્પલ લઈને જવાનું અને ત્યાર બાદ સેમ્પલ પાસ થયે જે-તે માન્ય કરેલ જિનિંગમાં મોકલવામાં આવે છે. આ વ્યવસ્થામાં ખેડૂતને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમ કે ખેડૂતને એપીએમસી સુધી કપાસ લઇ આવવા માટે વધુ વાહન ભાડું ચૂકવવું પડે છે અને સમય પણ વધુ થાય છે. આ વ્યવસ્થામાં સુધારો કરી કપાસની ખરીદી માટે જે-તે જિનિંગ સેન્ટર પર જ સીધા બોલાવવામાં આવે તો ખેડૂતોનો સમય બચે અને વધુ વાહન ભાડા પણ ન ચૂકવવા પડે. જિલ્લા પંચાયત મોરબીનાના પ્રમુખ દ્વારા ભારતીય કપાસ લિમિટેડના એ.કે. શ્રીવાસ્તવને ઉપરોક્ત રજુઆત કરી સત્વરે આ અંગે ઘટતી કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/