હળવદના સોશિયલ મિડિયામાં ફેમસ અજુભાઈએ ‘દિકરી બચાવો’નો સંદેશો પાઠવ્યો
હળવદ શહેરના વિંધાણી પરિવારમાં દિકરીનો જન્મ થતા વાજતે – ગાજતે તેને વધાવી લેવામાં આવી હતી અને સમગ્ર પંથકમાં વિંધાણી પરિવાર દ્વારા બેટી બચાવોનો સંદેશા સાથે ૩૦૦ બાળકોને આજે ભરપેટ જમાડી દિકરી અવતરણ ઉત્સવ ઉજવ્યો હતો.
સમગ્ર દેશમાં બેટી બચાવો અભિયાન ચાલી રહ્યો છે. દિકરીઓનો આપણા સમાજમાં મોભો વધે તેના માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ હળવદના વિંધાણી પરિવારના ફેસબુક ફેમસ અજુભાઈના ઘરે લક્ષ્મીના અવતારમાં પુત્રી પ્રાપ્તી થતા પરિવારે હર્ષોલ્લાસ સાથે દિકરીના જન્મની વધામણી કરવામાં આવી હતી અને સમગ્ર પરિવારમાં આનંદ ઉત્સાહની લાગણી પ્રવર્તી છે ત્યારે વિંધાણી પરિવારે હળવદના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ શ્રમજીવીઓના ૩૦૦થી વધુ બાળકોને ભરપેટ સ્વાદીષ્ટ વાનગી પીરસી પુત્રી પ્રાપ્તીની ઉજવણી કરી હતી. તો સાથો સાથ દિકરીના જન્મની વધામણી કરી બેટી બચાવોના સુત્રને સાર્થક કર્યું હતું. ઉપરાંત અજુભાઈ વિંધાણીના ઘરે દિકરીનો જન્મ થતા તેમને આ અનોખી ઉજવણી કરી લોકોમાં સંદેશો પાઠવ્યો છે. તેમજ દિકરી જન્મને પ્રોત્સાહન મળે અને સમાજને પ્રેરણા મળે તેવા આશયથી વિંધાણી પરિવારે નવજાત દિકરીને આવકારવાનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેવા સમયે દિકરી જન્મની વધામણીના આ પ્રસંગ અન્ય લોકોને પણ પ્રેરણા પુરી પાડશે અને તેમના આ પ્રયાસને પરિવારજનોની સાથે મિત્ર વર્તુળોએ આવકારી ખુશીની લાગણી વ્યકત કરી હતી.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide