હળવદમાં કોગો ફિવરને પગલે 1290 પશુઓ પર ઇતરડી નાશક દવાનો છટકાવ

0
163
/

પશુપાલન વિભાગે કોગો ફીવર વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લીધા

હળવદ : હળવદ પાસેની ફેકટરીમાં મજૂરોને કોગો ફીવરની અસર થયાને પગલે જ આરોગ્ય તંત્ર અને પશુપાલન વિભાગ હરકતમાં આવ્યું છે.આરોગ્ય તંત્રની મેડિકલ ટીમો તથા પશુપાલન વિભાગ દ્વારા હળવદના અસરગ્રસ્ત વિસ્તારમાં છેલ્લા બે દિવસથી રોગચાળો અટકાયતી સવેચતીની સઘન કામગીરી કરવામાં આવી છે.જેમાં કોગો ફીવર વધુ ન ફેલાઈ તે માટે પશુપાલન વિભાગની ત્રણ ટીમો દ્વારા હળવદના અસરગ્રસ્ત વિસ્તારોમાં 1290 પશુઓ અને વાડાઓમાં ઇતરડી નાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો.હળવદની એક ફેકટરીમાં મજૂરોમાં કોંગી ફિવરના લક્ષણો દેખાયા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.આ કોગો ફીવર વધુ ન ફેલાય તે માટે મોરબી જિલ્લા આરોગ્ય તંત્રની સાથે પશુપાલન વિભાગ દ્વારા આરોગ્યની જાળવણી અંગે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા જેમાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓ પર અને વાડાઓમાં ઈતરડી નાશક દવાનો છટકાવ કરવમાં આવ્યો હતો.પશુપાલન વિભાગની ત્રણ ટીમોએ હળવદના કણબીપરા, માધાપરા, પજરાપોળ, કુંભારપરા, સુનિલ નગર, ઢોરા વિસ્તારમાં 1290 જેટલા પશુઓને યોગ્ય સારવાર આપીને ઇતરડી નાશક દવાનો છટકાવ કર્યો હતો.જેમાં ત્રણ ટીમો દ્વારા 778 બળદ અને ગાય, 457 ભેંસ, 45 બકરા પર અને વાડા તથા ઢાળીયામાં ઇતરડી નાશક દવાનો છટકાવ કરાયો હતો.તેમજ પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા હળવદના અસરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો અટકાયતી કામગીરી સઘન રીતે ચાલી રહી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/