આમરણ નજીક ભલાભાઈની દેશી દારૂની ચાલતી ભઠ્ઠી ઉપર દરોડો

0
168
/
તાલુકા પોલીસ ટીમે આથો, બાટલો, બકડિયું અને દારૂ જપ્ત કર્યો : આરોપી ફરાર

મોરબી : હાલ મોરબી જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસે તવાઈ ચાલુ રાખી આમરણ નજીક ભલાભાઈ નામના શખ્સની દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી દારૂનો આથો અને દારૂ બનાવવાના સાધનો જપ્ત કર્યા હતા.જો કે આરોપી પોલીસ પકડમાં આવ્યો ન હતો.

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે આમરણથી કોઠારીયા ગામના જુના માર્ગે બેઠા પુલ નજીકથી રમેશભાઇ ઉર્ફે ભલાભાઇ મેરૂભાઇ લીંબડ રહે. આમરણ, કોળીવાસ વાળાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લીધી હતી.જો કે આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://https://www.youtube.com/@thepressofindia 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/