તસ્કરો ટેબલના ખાનામાંથી 30 હજાર રોકડા ચોરી ગયા
હળવદ : હાલ શિયાળાના પગરવ શરૂ થવાની સાથે જ હળવદમાં તસ્કરોએ દસ્તક દીધા છે જેમાં સરા રોડ ઉપર આવેલ એક એજન્સીમાં ખાતર પાડી તસ્કરો રૂપિયા 30 હજારની રોકડ ઉઠાવી જવામાં સફળ થયા છે.
ચોરીની ઘટના અંગે હળવદ પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના સરા રોડ ઉપર ઓમ એજન્સી નામની દુકાનમાં તા.28ની રાત્રીના તસ્કરો ટેબલના ખાનામાં રાખેલ રોકડા રૂપિયા 30 હજાર ચોરી જતા એજન્સી માલિક પીન્ટુભાઇ સુરેશભાઇ ઠક્કરે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA
મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
