વાંકાનેર: નગર પાલિકાના સફાઈ કર્મીઓ દ્વારા રેલી યોજી હડતાળ

0
40
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ વાંકાનેર નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓએ પડતર પ્રશ્ને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું. તેમજ કાયમી કરવા અને લઘુતમ વેતન આપવાની માંગ સાથે નગરપાલિકાના સફાઈ કર્મીઓ આજથી હડતાળ ઉપર ઉતરી ગયા છે. જ્યારે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, પાલિકામાં ચૂંટાયેલી બોડી અસ્તિવમાં ન હોય સફાઈ કર્મીઓની કાયમી કરવા અને લઘુતમ વેતન આપવાની માંગ સંતોષી શકાય એમ નથી.

વાંકાનેર નગરપાલિકાના રોજમદાર સફાઈ કર્મીઓ પોતાની પડતર માંગણીઓને લઈને આજે રોષપૂર્ણ રેલી યોજી હતી. તેમજ ચીફ ઓફિસરને આવેદન આપી કાયમી કરવા અને લઘુતમ વેતન આપવાની માંગ કરી હતી. આ પ્રશ્નોને લઈને વાંકાનેર નગરપાલિકાના 71 સફાઈ કર્મીઓ હાલ નગરપાલિકામાં જ હડતાળ ઉપર ઉતરી ગયા છે. તેથી વાંકાનેર શહેરમાં સફાઈનો પ્રશ્ન ગંભીર બને તેવી શકયતા છે. આ અંગે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે, રોજમદાર સફાઈ કર્મીઓની હડતાળથી સફાઈની કામગીરી પર ઓછી અસર થશે. કારણ કે પાલિકા પાસે કાયમી સફાઈ કર્મચારીઓ હોય અને ડોર ટુ ડોર યોગ્ય કચરા ક્લેશકશન થતું હોય સફાઈનો પ્રશ્ન ગંભીર બનશે નહિ. બીજી તરફ વાંકાનેર પાલિકામાં ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં ન હોય સફાઈ કર્મીઓની માંગ પુરી થઈ શકે એમ નથી.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/