છોકરી ની છેડતી બાબતે ટપોરવા જતા મોરબીના કેસરબાગ માં મોડી સાંજે ત્રણ દરબાર યુવાનો પર અજાણ્યા શખસોએ છરી વડે હુમલો કર્યો: ઘટના ને પગલે ક્ષત્રિય સમાજ સિવિલ હોસ્પિટલે બહોળી સંખ્યામાં એકત્રિત
મોરબી: મોરબીના સમાંકાઠે આવેલ કેશરબાગમાં આજે મોડી સાંજે કોઈ અજાણ્યા શખ્સો યુવતીની છેડતી કરતા હોય તે દરબાર સમાજના ત્રણ યુવાનોએ વિરોધ કરતા ઉશ્કેરાયેલા અજાણ્યા શખ્સો એ ત્રણ ગરાસિયા યુવાનો પર છરી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત કરેલ છે .
ઘટના બાદ ત્રણે દરબાર યુવાનો (1)- રાજદીપસિંહ બલભદ્રસિંહ ઝાલાસાહેદ: દીપેન્દ્રસિંહ ચંદ્રવીજયસિંહ જાડેજા, તથા શિવરાજસિંહ હસ્તસિંહ ઝાલા ને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હતા જેને પગલે ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના ક્ષત્રિય સમાજના યુવાનો બહોળી સંખ્યામાં સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતા પોલીસે ઘટના ની નોંધ લઇ હુમલો કરનાર અજાણ્યા શખ્સો ને ઝડપી પાડવાની દિશામા ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide