શુક્રવાર (1pm) : રવાપર રોડ પર વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો, કુલ કેસ થયા 81

0
293
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
રવાપર રોડના વિદ્યુત પાર્કમાં 61 વર્ષના વૃદ્ધ થયા કોરોનાથી સંક્રમિત

મોરબી : મોરબી શહેરમાં કોરોનાનો કહેર નોન સ્ટોપ રહ્યો છે. આજે બપોરે 12 વાગ્યે સુધીમાં કોરનાના બે કેસ નોંધાયા બાદ વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેમાં રવાપર રોડ પરના વિધુત પાર્કમાં રહેતા 61 વર્ષના વૃદ્ધ કરોનાથી સંક્રમિત થયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના 81 કેસ થયા છે.

મોરબીમાં આજે શુક્રવારે કોરોનના બે પોઝિટિવ કેસ નોંધાયા બાદ હવે વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો હતો. જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વિધુત પાર્ક સોસાયટીમાં રહેતા 61 વર્ષના વૃદ્ધ હિંમતભાઇ પ્રેમજીભાઈ પટેલનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલમાં દર્દી હિંમતભાઇને રાજકોટમાં આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તેમજ તેઓની કોઈ ટ્રાવેલ કે કોરોના પોઝિટિવ દર્દી સાથેની કોન્ટેક્ટ હિસ્ટ્રી જાણવા મળી નથી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/