શુક્રવાર (12.20pm) : મોરબી શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લાનો કુલ આંકડો થયો 80

0
295
/
પારેખ શેરી અને વસંત પ્લોટમાં નવા પોઝિટિવ કેસ નોંધાયા

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના કેસની સદી થવા જઈ રહી છે. ગઈકાલે ગુરુવારે 8 કેસ બાદ આજે શુક્રવારે નવા 2 કેસ નોંધાયા છે. આ સાથે મોરબી જિલ્લામાં કુલ કેસનો આંકડો 80 પર પોહચી ગયો છે.

શુક્રવારે બપોરે જાહેર થયેલા કોરોના કેસની મળતી વિગતો મુજબ દરબારગઢ વિસ્તારમાં આવેલી પારેખ શેરીમાં એક કેસ નોંધાયો છે. જેમાં પ્રભાબેન બાવલાલભાઈ આડેસરા (ઉ.85) નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વસંત પ્લોટમાં પણ વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જેમાં વસંત પ્લોટ શેરી-11માં રહેતા નિલાબેન પંડિત (ઉ.62)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દર્દી હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. અને તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી જાણવા મળેલ નથી. આજના આ બે નવા કેસ સાથે મોરબી જિલ્લાના કુલ કેસનો આંકડો 80 થઈ ચુક્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/