વાંકાનેરમાં જુગાર રમતા ચાર શખ્સોની પોલીસ દ્વારા અટકાયત

0
60
/

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ દ્વારા વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોની અટકાયત કરવામાં આવેલ છે. તેમજ કુલ રૂ. 21,900નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.

ગઈકાલે તા. 31 મેના રોજ વાંકાનેર સીટી પોલીસ ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન કુંભારપરા શેરી નં.6, શક્તિમાના મંદીર પાસે આવતા ત્યાં જાહેરમાં કુલ 4 ઇસમો ગંજીપતાના પાના-પૈસા વતી તીનપતીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ 14,400 તથા મોબાઇલ અલગ-અલગ કંપનીના નંગ 4, કિં.રૂ 7,500 એમ મળી કુલ રૂ. 21,900ના મુદામાલ સાથે મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ બનાવમાં આરોપીઓ અજયભાઇ ઉર્ફે સાગરભાઇ છનાભાઇ પલાણી (ઉ.વ.28, રહે.કુંભારપરા શેરી નં.6, અશોકભાઇ છગનભાઇ માણસુરીયા (ઉ.વ. 42, રહે કુંભારપરા શેરી નં. 6), ઇમરાનભાઇ અલીભાઇ લાખા (ઉ.વ. 30, રહે. લક્ષ્મીપરા શેરી નં.2) તથા દેવાભાઇ જીવણભાઇ પરમાર (ઉ.વ. 33, રહે. પેડક સોસાયટી)ની અટકાયત કરવામાં આવેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/