મોરબીનો ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ સામાન્ય થતા બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે

0
81
/
સ્થિતિ સામાન્ય થતા બેથી ત્રણ મહિના જેટલો સમય લાગશે : મની ક્રાઈસીસની સમસ્યા વિકટ બનશે

મોરબી : મોરબીનો વિશ્વ વિશ્વ વિખ્યાત ઘડિયાળ ઉદ્યોગ માટે ખરાબ સમય હવે વીતી ગયો હોય સારો સમય હવે નજીક હોવાનું જણાય રહ્યું છે. કારણકે અનલોક-1મા મળેલી વધુ છૂટછાટથી ઘડિયાળ ઉદ્યોગ પુનઃ ધમધમવા માટે તૈયાર થયો છે. અને નિષ્ણાંતોના જણાવ્યા મુજબ અંદાજે બેથી ત્રણ મહિનામાં ઉદ્યોગની સ્થિતિ સામાન્ય થઈ જશે.

મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ દેશ- વિદેશમાં જાણીતો છે. અહીં ઘડિયાળના નાના- મોટા 125 જેટલા યુનિટો આવેલા છે. જેનું વાર્ષિક ટર્ન ઓવર અંદાજે 1200 કરોડનું છે. કુલ 20 હજાર જેટલા કામદારો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ ઉદ્યોગની હાલની સ્થિતિ અંગે ક્લોક ઇન્ડસ્ટ્રીઝ એસો.ના પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું કે લોકડાઉન-1, 2, 3 અને 4માં આ ઉદ્યોગ સજ્જડ બંધ રહ્યો હતો. લોકડાઉન-4માં થોડી છૂટછાટ હોવા છતાં પણ લોકલ કે વૈશ્વિક માર્કેટમાં ડિમાન્ડ નહિવત હોવાના કારણે આ ઉદ્યોગ શરૂ થઈ શક્યો ન હતો. હાલ કપરી પરિસ્થિતિમાં લોકો જીવન જરૂરિયાતની ચીજ પાછળ જ ખર્ચ કરી રહ્યા છે. ત્યારે ક્લોક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુમાં ન આવતી હોય સમસ્ત વિશ્વમાં તેની ડિમાન્ડ નહિવત છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/