વાંકાનેર : હસનપરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

0
37
/
/
/

વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામમાં ત્રણ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 2,300 જપ્ત કર્યા છે.

ગઈકાલે તા. 16ના રોજ હસનપર ગામમાં શક્તિપરા ઢોળા પાસે ત્રણ શખ્સોને ગેરકાયદે જાહેરમાં બેસી ગંજી પતાના પાના વડે જુગાર રમી રમતા પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂ. 2,300 કબ્જે કર્યા છે. આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે લક્ષ્મણભાઇ ઉર્ફે ભલાભાઇ દાનાભાઇ નગવાડીયા, પ્રવિણભાઇ ઉર્ફે પોલાભાઇ જેઠાભાઇ પરમાર તથા રમજાનભાઇ ઇમરાનભાઇ ચાવડા વિરૃદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner