મોરબી એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા કલેક્ટરશ્રીનું સન્માન

0
25
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: આજ રોજ એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા મોરબીના નવા કલેક્ટર શ્રી સ્વપ્નિલ ખરે સાહેબનું પાઘડી પહેરાવી બુક આપી તથા સન્માન પત્ર આપી અને બુકે દ્વારા સમગ્ર મોરબી જિલ્લા ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ રૂપે સંગઠનના પ્રદેશ અધ્યક્ષ ભગીરથસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનના પદ અધિકારીઓ સાથે સન્માન કરવામાં આવ્યું હતું અને મોરબીમાં આવનારા સમયમાં ખૂબ જ વિકાસના કામ ઝડપથી થાય અને અનેક વિષયો જેનો નિકાલ લાવો જરૂરી છે એવા વિષયો પર ચર્ચા પણ કરવામાં આવી હતી સાથે સ્વપ્નિલ ઘરે સાહેબે સંગઠનના પદ અધિકારીઓને આવકારી ધન્યવાદ પણ આપ્યા હતા તથા ખાતરી આપી હતી કે કોઈ પણ વિષય મોરબી હિતમાં હોય તો યોગ્ય નિકાલ જરૂરથી લાવીશું અને સચોટ રજૂઆતો અને જરૂરથી સાંભળીશું અને તેના ઉપર કાર્ય પણ કરીશું

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/