ગણેશ ચતુર્થી 2019: જાણો સ્થાપનના મૂહૂર્ત અને વિશેષ મહત્વ

168
275
/

ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મમાં મુખ્ય તહેવારોમાંથી એક છે. આ ભાદ્રપદ શુક્લ ચતુર્થી મનાવવામાં આવે છે જેમ કે આ પ્રથમ પૂજ્ય ગજાનન ભગવાનનો પર્વ છે. આ દિવસે બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્યના દેવતાના રૂપમાં ગણેશજીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ગણેશજીનો જન્મ ભાદ્રપદના શુક્લ પક્ષ ચતુર્થીએ મદ્યાહન કાળમાં, સ્વાતિ નક્ષત્ર અને સિંહ લગ્નમાં થયો હતો. આ કારણથી ચતુર્થી મુખ્ય ગણેશ ચતુર્થી કે વિનાયક ચતુર્થી કહેવાય છે.આ કલંક ચતુર્થી અને ડંણ્ડા ચોથના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વર્ષે ગણેશ ચતુર્થી 2 સપ્ટેમ્બરે છે. ગણેશ સ્થાપનાથી જ ગણેશોત્સવની શરૂઆત થઇ જશે અને 10 દિવસ એટલે કે અનંત ચતુર્દશીના દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે અને 10માં દિવસે ગણપતિ વિસર્જનની સાથે તેનું સમાપન થાય છે. તો ચાલો જોઇએ અમે તમને આ વર્ષનું પૂજાનું શુભ મૂહૂર્ત અંગે જણાવીશું.

ગણેશ પૂજા માટે મદ્યાહન મૂહર્ત

2 સપ્ટેમ્બર સવારે 11 વાગ્યે 4 મિનિટથી બપોરે 1 વાગ્યાથી 37 મિનિટ સુધી

સમય
2 કલાક 32 મિનિટ

ભારતીય સંસ્કૃતિમાં ગણેશદીને વિદ્યા-બુદ્ધિના પ્રદાતા, વિધ્ન-વિનાશક, મંગળકારી, રક્ષાકારક, સિદ્ધિદાયક, સમૃદ્ધિ, શક્તિ અને સમ્માન પ્રદાયક માનવામાં આવે છે. આમ તો દર મહિનાની કૃષ્ણપક્ષની ચતુર્થીને ‘સંકટ ચોથ’ તમેજ શુક્લપક્ષની ચોથને ‘વિનાયક ગણેશ ચોથ’ તરીકે મનાવવામાં આવે છે. પરંતુ ભાદ્રપદ શુક્લની ગણેશ ચોથને ગણેશના પ્રગટ હોવાના કારણે ભક્ત આ દિવસે તેમની વિશેષ પૂજા-આરાધના કરીને પુણ્ય અર્જિત કરે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.