ગણેશજી કરશે દરેક કષ્ટ દૂર, રાશિ અનુસાર આ રીતે કરો પૂજા અર્ચન

23
118
/
/
/
    • ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીને ગણેશ ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે સોમવાર અને 2 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવશે. ગણેશ પુરાણ અનુસાર આ શુભ દિવસે ગણેશજીનો જન્મ થયો હતો. આથી આધ્યાત્મિક રીતે આનું ખુબજ મહત્વ રહેલુ છે.
ગણેશ ઉત્સવના પહેલા દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવશે ભાવપૂર્નક તેમની પૂજા અર્ચના કરવામાં આવશે. અંતે ગણેશ વિસર્જન કરવામાં આવે છે, ભક્તો પોતાની શક્તિ અને ભક્તિ અનુસાર ગણેશજીની સ્થાપના કરે છે કોઈ 5 દિવસ કોઈ 7 દિવસ તો કોઈ 11 દિવસ ગણેશજીની સ્થાપના કરે છે.
આ વખતે ગણેશ ચતુર્થી પર વિશેષ સંયોગ બની રહ્યો છે, આ સંયોગમાં રાશિ અનુસાર સેવા પૂજા કરવાથી ગણેશજી તમામ મનોકામના પૂર્ણ કરે છે.

મેષ રાશિ
મેષ રાશિના જાતક ગણેશ ચતુર્થી પર વક્રતુંડ ગણેશજીની પૂજા કરે આ પૂજા કરશો તો તમામ કષ્ટો દૂર થશે. સાથે તમે 108 વાર ૐ ગં ગણપતેય નમ: જાપ કરો અને મોતીચુરના લાડૂ ધરાવો.

વૃષભ રાશિ
આ રાશિના જાતકોએ ગણેશ ચતુર્થીએ વિનાશક ગણેશજીની આરાધના કરવી જોઈએ. ભગવાનને નાળિયેરના લાડૂ પ્રસાદ તરીકે અર્પિત કરવા જોઈએ. સાથે સાથે ૐ હ્રીં ગ્રીં હ્રીં મંત્રનો જાપ કરવો જોઈએ.

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોએ વિનાયક ગણેશજીની પૂજા અર્ચના કરવી જોઈએ. મગના લાડૂનો પ્રસાદ ધરાવવો જોઈએ. સાથે ૐ શ્રી શ્રિયૈ નમ: ના મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. અને શ્રી સુક્તનો પાઠ કરવો જોઈએ.

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકોએ ચતુર્થી પર લક્ષ્મી ગણેશજીની પૂજા કરવી જોઈએ અને મોદકનો પ્રસાદ ધરાવવો જોઈએ. ૐ એકદંતાય હું કે મંત્રનો જાપ કરવો જોઈએ. ગરીબોને ચોખા દાનમાં આપવા જોઈએ.

સિંહ રાશિ
સિંહ રાશિના જાતક શક્તિવિનાયક ગણેશજીની પૂજા કરો અને મિસરીના લાડૂનો પ્રસાદ ધરાવો. શક્તિવિનાયક ગણેશજી ૐ એકદંતાય નમ:ના મંત્રનો જાપ કરો. રોજ ગોળ અને ઘંઉનું દાન કરો.

કન્યા રાશિ
કન્યા રાશિના જાતકોએ હરિદ્રા ગણેશજીનું પૂજન કરો અને પોજ ખીર પ્રસાદ રૂપે ધરાવો. 108 વાર ૐ ગં ગણપતયૈ નમ: મંત્રનો જાપ કરો અને સફેદ વસ્ત્ર દાનમાં આપો.

તુલા રાશિ
તુલા રાશિએ સૌભાગ્ય ગણેશજીની પૂજા કરવી જોઈએ. અને ગોળના લાડૂનો પ્રસાદ ધરાવવો જોઈએ. તેમજ ૐ શ્રીં ગં સૌભાગ્ય ગણપતયે વરનરદં સર્વજનંમેં વશમાનાય સ્વાહા મંત્રનો જાપ કરો. ગાયને લીલું ઘાસ ખવડાવો.

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકે ગણેશજીના લંબોદર સ્વરૂપની પૂજા કરવી જોઈએ. કિશમિશ અને તલના લાડૂનો ભોગ લગાવવો જોઈએ. ૐ લંહોદરાય નમ: મંત્રનો જાપ કરી ગરીબ બાળકોને પેન્સિલ ભેટમાં આપવી જોઈએ.

ધનુ રાશિ
ધનુ રાશિના જાતકો વિધ્ન વિનાશકની પૂજા કરી શકે છે. રોજ મગની દાળના લાડૂનો પ્રસાદ ધરાવો.

મકર રાશિ
મકર રાશિના જાતકોએ ઉમાપુત્રાય ગણેશ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. સાથે ૐ વિકટાનનાય નમ:ના મંત્ર જાપ કરવા જોઈએ.

કુંભ રાશિ
કુંભ રાશિના જાતક ભગવાન ગણેશજી સર્વેશ્વરાય રૂપની પૂજા કરવી જોઈએ. ૐ સર્વેશ્વરાય નમ: મંત્રનો જાપ કરવો જોઈએ.

મીન રાશિ
હરિદ્રા ગણેશની પૂજા કરવી જોઈએ. રોજ મોદકના ભોગ લગાવવા જોઈએ. ૐ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરવો જોઈએ.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

23 COMMENTS

Comments are closed.