માળીયા પાસે પલ્ટી ગયેલી કારમાંથી દારૂ મળી આવતા ગુન્હો નોંધાયો

0
62
/

માળીયાના વેજલપર નજીક ઈનોવા કાર પલટી મારી ગઈ હોય જે કારમાં દારૂ ભરેલ હોય જે બનાવ મામલે માળીયા પોલીસે અકસ્માત તેમજ પ્રોહીબીશનનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

 માળીયાના વેજલપર જુના ઘાંટીલા નજીક ઈનોવા કાર નં જીજે ૧૮ એબી ૮૦૪૭ પલટી મારી જતા કારચાલક સુરેશકુમાર હનુમાનરામ શર્મા (ઉ.વ.૨૮) રહે હળવદ જીઆઈડીસી પાછળ વાળાનું મોત થયું હતું જે કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હોય જેથી માળીયા પોલીસે દારૂ અંગે પણ ગુન્હો નોંધ્યો હતો જેમાં માળીયા પોલીસના રાજેન્દ્રભાઈ પોપટભાઈ સોલંકીએ ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે કે આરોપી મરણ જનાર સુરેશકુમાર શર્મા ઇનોવા કારમાં ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૨૬ કીમત રૂ ૩૭,૮૦૦ ઈનોવા કાર કીમત રૂ 3 લાખમાં ભરી વેચાણ કરવાન ઈરાદે હેરાફેરી કરવા સમયે ઈનોવા કાર પલટી મારી જતા મોત થયું છે માળીયા પોલીસે અકસ્માત અને પ્રોહીબીશન એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/