માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના રાસંગપર ગામ નજીક એક શખ્સને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડવામાં આવ્યો છે. માળીયા (મી.) પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરવામાં આવી છે.
ગઈકાલે તા. 16ના રોજ રાસંગપર ગામ નજીક સીરાજ કરીમભાઇ સંધવાણી (ઉ.વ. ૨૨, ધંધો મજુરી, રહે જુના રેલ્વે સ્ટેશન, વાડા વિસ્તાર)ને ગેરકાયદે પાસ, પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 3 (કી.રૂ. 900) સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીની અટકાયત કરેલ છે.
(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)