માળિયાના તરઘરી ગામે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

0
90
/

માળિયા : માળિયાના તરઘરી ગામે તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.આ મામલે જાણ થતાં ફાયરબ્રિગેડે ઘટના સ્થળે દોડીને યુવાનનો મૃતદેહ બહાર કાઢી આગળની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ માળિયા તાલુકાના તરઘરી ગામે રહેતા વિક્રમ ચંદુભાઈ પઠાણ ઉ.વ.25 તળાવમાં ડૂબી ગયા હતા. જેમાં તેઓનું મોત નીપજ્યું હતું. આ અંગે મોરબી ફાયર વિભાગને જાણ થતાં ફાયરના જવાનો વસંતભાઈ પરમાર, પેથાભાઈ મોરવાડિયા, સલીમભાઈ નોબે અને વિજયભાઈ ડાભીએ ઘટના સ્થળે દોડી જઈને યુવાનના મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/