યુવતીને વીડિયો કોલ કરી તેનું રેકોર્ડિંગ કરીને લગ્ન માટે બ્લેક મેઈલ કરતો હોવાનું સામે આવ્યું
મોરબી : રાજકોટની યુવતી સાથે પરિચય કેળવી તેણીને વીડિયો કોલિંગ કરીને અંતગ પળોનો વીડિયો રેકોર્ડિંગ કરીને લગ્ન માટે દબાણ કરનાર મોરબીના શખ્સની રાજકોટ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી ગામે ભકિતનગર-1 માં રહેતો જયદીપ અમુભાઈ વ્યાસ (ઉ.વ. 21) નામનો યુવાન રાજકોટની યુવતી સાથે પ્રસંગોપાત પરિચયમાં આવ્યો હતો. બન્ને એકબીજાની સંપર્કમાં આવ્યા બાદ સોશ્યલ મીડિયા ચેટ અને વીડિયો કોલિંગ કરતા હતા અને યુવતી સાથે જયદીપે લગ્ન કરવાની વાત કરી હતી. આથી, યુવતી લાગણીઓમાં વધુ નજીક આવી ગઈ હતી.
દરમિયાન જયદીપે વીડિયો કોલિંગ વખતે યુવતીની અંગત પળોના દ્રશ્યોનું રેકોર્ડિંગ કરી લીધું હતું અને યુવતીના પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો. પરંતુ યુવતીના પરિવારે તપાસ કરતા આરોપી જયદીપ કઈ કામધંધો કરતો ન હોય અને છેલબટાવ હોવાનું માલુમ પડતા યુવતીના પરિવાજનોએ લગ્નનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. આથી, આરોપી પાસે જે યુવતીના વીડિયો કોલનું રેકોર્ડિંગ હતું, તે અંગત પળોનો વીડિયો યુવતીના પરિવાર અને લાગતા વળગતાઓને ફોરવર્ડ કરી દીધો હતો. અંતે આ મામલો રાજકોટ સાઇબર ક્રાઈમ સમક્ષ પહોંચ્યો હતો અને યુવતીની ફરિયાદના આધારે રાજકોટ સાઇબર ક્રાઈમ ટીમે મોરબીના જયદીપ વ્યાસને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide