મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સરકારી નિવાસ પરત કર્યું

0
205
/
જૂના સાથીદારોનો આભાર વ્યક્ત કર્યો

મોરબી : મોરબી – માળીયા (મી.) ના ધારાસભ્ય પદેથી બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા તેમને ગાંધીનગર ખાતે સરકાર તરફથી મળેલ સતાવાર નિવાસ ખાલી કરી એક નવી પહેલ કરી હતી. સાથોસાથ 14મી વિધાનસભાના સૌ સાથી ધારાસભ્યો તેમજ જે તે પક્ષના તેમના જૂના સાથીદારો અને અગ્રણીઓનો ટેલિફોનિક / મેસેજ કે પત્ર દ્વારા આભાર માન્યો હતો.

બ્રિજેશ મેરજાએ વિધાનસભાના સભ્ય તરીકે છેલ્લું રાજીનામું આપેલ અને સરકારી આવાસ ખાલી કરવાનું પહેલું કામ કર્યાની પહેલ કરી હતી. આ સરકારી નિવાસના ભાડા, ગેસનું બિલ તેમજ મકાનમાં મળેલ ફર્નિચર પણ સમયસર જમા કરાવી દીધું હતું. સાથોસાથ ગાંધીનગર ખાતેના સર્કીટ હાઉસ તેમજ વિશ્રામગૃહના બાકી બીલોની પણ ચૂકવણી કરી દીધી હતી. ગુજરાત વિધાનસભામાંથી જુદા જુદા પુસ્તકો એક અભ્યાસ ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજા ઉપયોગમાં લેતા હતા તે પુસ્તકો પણ ગુજરાત વિધાનસભાની લાઈબ્રેરીમા સમયસર પરત કરી દઈ એક સારો દાખલો બેસાડયો હતો. આમ, ધારાસભ્ય તરીકે મળેલ તમામ પ્રકારની સવલતો ધારાસભ્ય મટી ગયા બાદ તુરંત જ સોંપી દેવામાં બ્રિજેશ મેરજા પળવારનો પણ વિલંબ કર્યા વિના અગ્રેસર રહ્યાં હતાં.

તાજેતરની રાજ્યસભાની ચૂંટણીમાં વિજયી થયેલા રાજ્યસભાના સભ્યો અભયભાઈ ભારદ્વાજ, રમીલાબેન બારા, નરહરિભાઈ અમીન તેમજ શક્તિસિંહજી ગોહિલ સહિત આ ચારેય મહાનુભાવો સાથે પોતે ગાળેલા સ્મરણો જેમ કે અભયભાઈ સાથે રાજકોટમાં વિધાર્થીકાળમાં કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં કરેલ કામ, રમીલાબેન બારા સાથે સચિવાલયમાં એક સહ અધિકારી તરીકે કેળવાયેલો સબંધ તેમજ નરહરિભાઈ અમીન જ્યારે નાયબ મુખ્યમંત્રી હતા. ત્યારે તેમની સાથેનો અંગત ધરોબો અને શક્તિસિંહજી ગોહિલ સાથે કોંગ્રેસ પક્ષમાં કરેલ કામગીરીના જૂના સ્મરણોને તાજા કરીને ખેલદિલી પૂર્વક અભિનંદન પણ પાઠવીને રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ આ ચારેય ચૂંટાયેલા મહાનુભાવો સફળતાપૂર્વક વહન કરે તેવી શુભેચ્છાઓ પણ પાઠવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/