૧૮ સ્પર્ધાઓમાંથી ૯ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા
હળવદ : મોરબી જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ બાળ પ્રતિભા શોધ રાસ ગરબા હરિફાઈ વગેરે સ્પર્ધાઓ તાજેતરમાં યોજાઇ હતી. જેમાં સાહિત્ય, સંગીત, કલા અને નૃત્ય એમ કુલ ચાર વિભાગોની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જેમાં હળવદની તક્ષશિલા વિદ્યાલયએ કુલ ૧૮ સ્પર્ધામાંથી ૯ સ્પર્ધામાં મેડલ મેળવ્યા હતા
લોકનૃત્યની ઓપન વિભાગની સ્પર્ધામાં મહારાષ્ટ્રીયન ‘લાવણી’ લોકનૃત્ય ‘અપસરા આલી’ પ્રથમ નંબર મેળવી રાજ્ય ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદ થયેલ હતું. જ્યારે તક્ષશિલા વિદ્યાલયની આઠ બાળાઓએ ગીત ગાઈને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. સાથે જ સમૂહ ગીત સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. દોહા, છંદ,ચોપાઈમાં આચાર્ય ધ્રુવિલ, ગઝલ શાયરીમાં રાવલ નેહલ, લોકવાર્તા અને લોકગીતમાં ગઢવી સારંગ, વક્તૃત્વ સ્પર્ધામાં રંગાડીયા પ્રીતિ અને રાજસ્થાની ઘુમ્મર લોક નૃત્યમાં પટેલ ખુશાલી એન્ડ ગ્રુપે બીજો નંબર મેળવ્યો હતો.
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.