હળવદના રણજીતગઢ પાસે બે પીકઅપ વાહન વચ્ચે અકસ્માત

0
234
/

હળવદથી કચ્છ તરફ સાઉન્ડ સીસ્ટમ સાથે જતી યુટીલીટીને નડ્યો અકસ્માત : એક ઘાયલ

હળવદ – માળીયા હાઇવે પર આવેલ રણજીતગઢ અને કેદારીયાની વચ્ચે આજે બપોરના અરસામાં યુટીલીટી અને મહિન્દ્રા પીકઅપ વાહનને અકસ્માત નડયો હતો જેમાં બન્ને વાહનો સામ સામે અથડાતા મહિન્દ્રા પીકઅપ પલટી મારી ગઇ હતી. જયારે યુટીલીટીમાં સવાર ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદ બાદ ધ્રાગધા ખસેડવામાં આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ હળવદ – માળીયા ધોરીમાર્ગ પર આજે બપોરના એક વાગ્યાના સુમારે કેદારીયા અને રણજીતગઢ પાસે આવેલ હોટલ શિવ નજીક મહિન્દ્રા પીકઅપ અને સાઉન્ડ સીસ્ટમ લઈ જતી યુટીલીટી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બન્ને વાહન સામસામે અથડાતા મહિન્દ્રા પીકઅપ પલટી મારી ગઇ હતી. જયારે યુટીલીટીમાં સવાર કચ્છ જિલ્લાના અંજારના હેમાંગભાઇ કિરણભાઇ વેગડ (ઉ.વ.ર૮)ને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે ધ્રાગધા રીફર કરવામાં આવ્યા હતા. હળવદ – માળીયા સ્ટેટ હાઇવે પર સર્જાયેલ અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા બાદ પોલીસ દ્વારા ટ્રાફિક હળવો કરાયો હતો.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/