હળવદ : બે જુગારની રેડમાં આઠ ઝડપાયા

0
96
/

હળવદ પોલીસે અને જિલ્લા એલસીબી ટીમે ની કાર્યવાહી

હળવદ : હળવદ શહેરમાં એક જ દિવસમાં જુદી જુદી બે જુગારની રેડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં હળવદ પોલીસે ૯૭૦૦ ની રોકડ સાથે ચાર શકુનીઓને ઝડપી લીધા હતા જ્યારે જિલ્લા એલસીબી ટીમે પણ જુગાર રમતા ચાર શખ્સોને ૨૪૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી

એક સમય એવો હતો કે હળવદમાં જુગાર રમતા શકુનિઓ ને પોલીસનો કોઈ પણ જાતનો ડર હતો નહીં પરંતુ હવે એવું નથી રહ્યું શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ હળવદ પોલીસ પણ મેદાને ઉતરી જુગારીઓને ગોતી ગોતીને ઝડપી રહી છે

ત્યારે હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાં સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા એલ.સી.બી ટીમ દ્વારા જુદી જુદી જુગારીઓ પર રેડ પાડવામાં આવી હતી જેમાં હળવદ પોલીસ દ્વારા તાલુકા પંચાયત ની બાજુમાં આવેલ અલ્લાહ રખાના જીન પાસે જાહેરમાં જુગાર રમતા નાનજીભાઈ બાલાભાઈ વાઘેલા, રમેશભાઈ બચુભાઈ સોલંકી, મનસુખભાઈ મોહનભાઈ નાથબાવા અને મહેશભાઇ જાદવજીભાઈ સુરેલા ને રૂપિયા ૯૭૦)ની રોકડ સાથે ઝડપી લીધા હતા જ્યારે મોરબી જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હળવદ શહેરમાં આવેલ નાડોદાવાસ ચોકમાં ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે પૈસાની હાર જીતનો રોન પોલીસ નો તીન પત્તીનો જુગાર રમતા ભરતગીરી રતનગીરી ગોસાઈ,રમણીકગર મણીકગર ગોસાઈ,મયુરસીહ ઉમેદસિંહ ઝાલા અને લક્ષ્મણભાઈ રણછોડભાઈ મુંધવા રહે બધા હળવદ વાળાને રૂપિયા ૨૪૪૦૦ની રોકડ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/