ગામમાં જુદાજુદા ત્રણ માતાજીના મઢમાંથી સોના-ચાંદીના છતરની થઈ ચોરી
હળવદ : પાછલા ચાર દિવસથી તસ્કરોએ હળવદમા ધામા નાખ્યા હોય તેમ જુદી જુદી બે ચોરીના બનાવો પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે
હળવદના અજીત ગઢ ગામે આવેલ જુદા-જુદા ત્રણ માતાજીના મઢ માંથી તસ્કરો દ્વારા સોના ચાંદીના છતર ની ચોરી કરીગયાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
બનાવની હળવદ પોલીસ મથકેથી મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે આવેલ જુદા-જુદા ત્રણ માતાજીના મઢમાં ચોરી થયાની લક્ષ્મણભાઈ પોપટભાઈ પાટડિયા એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં ચાંદીના બાર છતર તથા એક ચાંદીનું ફણુ તેમજ એક સોનાનું છતર મળી કુલ રૂપિયા ૧.૬૫ લાખની મતાની ચોરી થઈ હોવાનું જણાવ્યું છે
અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા શહેરમાં આવેલ ગિરનારી નગર માં રૂપિયા ૧૪ લાખના સોનાની ચોરી થયાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે આરોપીઓને હજુ પોલીસ દ્વારા ઝડપી પણ નથી લેવાયા ત્યારે વધુ એક ચોરીનો બનાવ તાલુકાના અજીતગઢ ગામે પ્રકાશમાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે સૂત્રોના જણાવ્યા મુજબ હાલ પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તાજેતરમાં થયેલ બંને ચોરીનો ભેદ ઉકેલવા તસ્કરોને ઝડપી પાડવા ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.